Home /News /madhya-gujarat /

Good news: વાહન ચાલકો હવે વાહનનો જુનો પોતાની પસંદગીનો નંબર રિટન મેળવી શકશે

Good news: વાહન ચાલકો હવે વાહનનો જુનો પોતાની પસંદગીનો નંબર રિટન મેળવી શકશે

ફાઈલ તસવીર

Ahmedabad latest news: વાહન માલિકોની તેઓના નંબર (vehicle numbers) સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જુના વાહનોના નંબર રિટન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય (important decision) કરાયો છે.

અમદાવાદઃ રાજયના નાગરિકોને તેમની પસંદગીનો નંબર હવે પુનઃમળી શકે એ માટે રાજ્ય સરકારે (Gujarat Government) મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જુનો નંબર રિટન કરી શકશે. એ માટે  વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામા (vehicle numbers) આવશે. વાહન માલિકો (Vehicle owners) તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જુના વાહનોના નંબર રિટન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજુઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રિટન્શનની પોલીસીને અમલમાં મુકવાનો આ નિર્ણય કરાયો છે આ પોલીસીમાં વાહન માલીક બે વખત તેઓના વાહન નંબર રિટન્શન કરી શકશે.વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રિટન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રિટન કરેલ નંબર ફાળવવામાં આવશે.

માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. તબદિલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રિટન કરી શકાશે અને જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.

આ પણ વાંચોઃ-Rajkot news: લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી કર્યુ મહિલાનું શોષણ, મહિલાની ન્યાય માટે પોકાર

વાહન માલિક પોતનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રિટન કરી શકશે. જુના વાહન ઉપર વાહન નંબર રિટન થઇ શકશે નહી. તેમજ જે વાહનનો નંબર રિટન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રિટન કરવાનો છે તે બન્‍ને વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રિટન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાહનોના પ્રકાર સમાન હોવા જરૂરી છે.

આ પણ વાંચોઃ-surat news: સરથાણા કપલ બોક્ષમાં રત્નકલાકારે સગીરા પર રેપ મામલે ચોંકાવનારો ખુલાસો, એક નહી બે વખત કરાયો હતો દુષ્કર્મ

અગાઉ સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રિટન કરી શકાશે નહી. રિટન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રિટન કરેલ નંબર ફાળવવાની પ્રકિયા ૧૫ દિવસમાં પુરી કરવાની રહેશે. ત્યારબાદ રિટન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહી. ટ્રાન્સફર કે સ્ક્રેપ થતા વાહન જેનો નંબર રિટન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રકિયા વાહન નંબર રિટન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે.

આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ટિફિન આપવા ગયેલા સગીર સાથે 'ગંદુકામ', ધાબા ઉપર બોલાવ્યો અને પછી...

વાહન નંબર રિટન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે રૂ.8000, સિલ્વર નંબર માટે રૂ.૩,૫૦૦, અને અન્ય નંબર માટે રૂ.2000, અને અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂ.40.000, સિલ્વર નંબર માટે રૂ.15000, અને અન્ય નંબર માટે રૂ.8000/- મિનીમમ ફી ચુકવવાની રહેશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarat RTO, Gujarati news

આગામી સમાચાર