Home /News /madhya-gujarat /

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ માટે Good News, ફટાફટ ક્લિક કરીને વાંચી લો

ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ માટે Good News, ફટાફટ ક્લિક કરીને વાંચી લો

ઈ મેરી સહેલી સુવિધા થઈ શરું

Ahmedabad news: ટ્રેનમાં મહિલા એકલી (woman train traveling) પ્રવાસ કરી રહી છે. અને પોતે અસુરક્ષિત હોય તેવું અનુભવી રહી છે. તેને મદદની જરૂર છે તો ઇ મેરી સહેલી વેબ પેજ પરથી મદદ મળી રહેશે. જો કે રેલવે દ્વારા પોતાની સુવિધા વધારી છે.

અમદાવાદઃ ઇ મેરી સહેલી.. (E meri saheli) રેલવે દ્વારા મહિલાઓની સુરક્ષા (woman security in train) માટે શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનમાં મહિલા એકલી (woman train traveling) પ્રવાસ કરી રહી છે. અને પોતે અસુરક્ષિત હોય તેવું અનુભવી રહી છે. તેને મદદની જરૂર છે તો ઇ મેરી સહેલી વેબ પેજ પરથી મદદ મળી રહેશે. જો કે રેલવે દ્વારા પોતાની સુવિધા વધારી છે.

ટીકીટ બુકિંગનો ડેટા તમામ ડિવિઝન પાસે હોય છે. જેના કારણે ક્યાં કોચમાં મહિલા એકલી છે તેની જાણકારી આર પી એફને મળી જશે. અને આરપીએફ દ્વારા તેની મુલાકાત કરવામાં આવશે. અને મહિલા યાત્રીને જરૂર હશે તો મદદ કરશે. ઇ મેરી સહેલી વેબ પેઈજ તૈયાર કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય મહિલાની સુરક્ષા વધારવાનો છે.અને આરપીએફ અધિકારીઓની ઉપલબ્ધતા નિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચોઃ-સુરતમાં પરિણીત યુવકે દગો આપી ચાર વર્ષ સુધી સંબંધો રાખ્યા, સંબંધ તોડતા પ્રેમિકાએ કરી આત્મહત્યા

અમદાવાદ રેલવે ડિવિઝન પી આર ઓ જીતેન્દ્રકુમાર જયંતે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઈ મેરી સહેલી વેબ પેઈજ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ટ્રેનમાં મહિલા એકલી પ્રવાસ કરી રહી છે. તે અસુરક્ષિત લાગી રહ્યું છે અથવા તો કોઈ મુશ્કેલી છે તો ઇ મેરી સહેલી દ્વારા મદદ મળી રહેશે.જો કે  મહિલા એકલી યાત્રા કરી રહી છે તેનો ડેટા આર પી એફ પાસે હશે.જેના કારણે મહિલા યાત્રી સુધી સુરક્ષા કર્મીઓ પહોંચી જશે.

આ પણ વાંચોઃ-સુરત crime : પ્રેમસંબંધની શંકા રાખીને પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, આખી રાત સાથે સુઈ ગયો

વેબ પોર્ટલ તમામ ડિવિઝનના નિયંત્રણ કક્ષમાં પોસ્ટ માટે લોગઇન અને પાસવર્ડથી સુરક્ષિત રાખવામાં આવી છે. ડેટાનું એનાલિસિસ કરવામાં આવશે.ઓટોમેટિક મહિલા યાત્રીની જાણ થઈ જશે. ક્યાં કોચમાં એકલી મહિલા પ્રવાસ કરી રહી છે.ઇ મેરી સહેલી યોજનાના કારણે મહિલાઓને યાત્રા દરમિયાન કોઈ ચિંતા રહેશે નહીં. ટ્રેનમાં સુરક્ષિત યાત્રા કરી શકશે.

રેલવે દ્વારા પ્રવાસીઓની સુરક્ષા વધારવા માટે અનેક સુવિધા વધારવામાં આવી છે કેટલીક ટ્રેનોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. અને આરપીએફ દ્વારા સતત પેટ્રોલીંગ પણ ટ્રેનમાં કરવામાં આવે છે. ત્યારે વધુ એક સુવિધા શરૂ કરવમાં આવી છે અને મહિલા યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચ કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Indian railways

આગામી સમાચાર