વિદ્યાર્થીઓ માટે GOOD NEWS, ગુજરાતમાં પ્રથમવાર શરુ થઈ રહ્યો છે એવિએશન અને એરોનોટિક્સના કોર્ષ 

વિદ્યાર્થીઓ માટે GOOD NEWS, ગુજરાતમાં પ્રથમવાર શરુ થઈ રહ્યો છે એવિએશન અને એરોનોટિક્સના કોર્ષ 
ફાઈલ તસવીર

રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રથમ વખત સૌથી મોટી એવી  ગુજરાત યુનિવર્સિટીમાં એવિએશન અને એરોનોટિક્સમાં કારકિર્દી બનાવવા માટેના કોર્ષ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ એમ.ટેક, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્ષ કરી શકશે.

  • Share this:
અમદાવાદઃ જે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર (International Area) એવિએશન અને એરોનોટિક્સ (Aviation and aeronautics) ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છી રહ્યા છે તેઓ માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. ગુજરાતમાં પહેલીવાર એવું હશે કે કોઈ યુનિવર્સિટી (University) આ પ્રકારે વિદ્યાર્થીઓને (students) આ દિશામાં કારકિર્દી બનાવવાની તક પુરી પાડશે. અને તે યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી (Gujarat university) જે એવિએશન એરોનોટિક્સને લગતા કોર્ષિસ આગામી શૈક્ષણિક સત્રથી શરૂ રહ્યા છે.

તેમાં કેવી રીતે વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ તે પણ તૈયારી યુનિવર્સિટીએ કરી લીધી છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં પ્રથમ વખત સૌથી મોટી એવી  ગુજરાત યુનિવર્સિટીમાં એવિએશન અને એરોનોટિક્સમાં કારકિર્દી બનાવવા માટેના કોર્ષ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ એમ.ટેક, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્ષ કરી શકશે.એર ફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્ષ અને 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આવશે. જે મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાના જણાવ્યુ કે  ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ઓગસ્ટ મહિનાથી એવિએશન અને એરોનોટિક્સના કોર્ષ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-અમદાવાદની આયેશા જેવી ઘટના! 'મને બચાવવા માંગે છે તો બચાવી લે', બોયફ્રેન્ડને સેલ્ફી મોકલી યુવતીએ નહેરમાં ઝંપલાવ્યું

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

જે DGCA દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. જેમાં એમ ટેક, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ મામલે અદાણી એવીએશન અને મહેસાણા ફલાયિંગ સ્કૂલના MOU પણ થયેલા છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ મા  કોર્ષ શરૂ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી શકશે. આ ઉપરાંત ઇન્ડીયન એર ફોર્સ સાથે પણ MOU થયેલ છે તે અંતર્ગત આ વર્ષે 17 થી વધુ ઓફિસર માસ્ટર તથા 5 વર્ષના ઇન્ટરગ્રેટડ કોર્ષ માટે આવશે.ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી હશે જેમાં આ પ્રકારના કોર્ષ શરૂ થશે. આ કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રસ એક્ઝામ લેવામાં આવશે. મેથ્સ અને ફિઝિક્સના વિદ્યાર્થીઓને આ કોર્ષ કારણે ફાયદો થશે. આ મામલે હાલ ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ યુનિવર્સિટીની બોર્ડ મીટીંગમાં  આ મામલે વિસ્તૃત ચર્ચા કરી ફીનું ધોરણ નક્કી કરવામાં આવશે.
Published by:ankit patel
First published:June 10, 2021, 18:16 pm

ટૉપ ન્યૂઝ