Home /News /madhya-gujarat /

ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, જાણો શું થયો પેપર સ્ટાઇલમાં ફેરફાર

ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, જાણો શું થયો પેપર સ્ટાઇલમાં ફેરફાર

ઘણી વખત બાળકો પરીક્ષાના સમયમાં ડિપ્રેશન થઇ જતા હોય છે

કોરોના (Corona) મહામારીને કારણે બે વર્ષ પછી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા (Board Exam) ઓફલાઇન લેવાઇ રહી છે. જો કે આ કોરોના કાળમાં અનેક બાળકોના ભણવા પર માઠી અસર પડી છે.

    કોરોના (Corona) મહામારીને કારણે બે વર્ષ પછી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા (Board Exam) ઓફલાઇન લેવાઇ રહી છે. જો કે આ કોરોના કાળમાં અનેક બાળકોના ભણવા પર માઠી અસર પડી છે. કોરોનાના આ કપરા સમયમાં આ વર્ષે શિક્ષણ બોર્ડે (Education Board) બન્ને પરીક્ષાની પેપર સ્ટાઇલમાં (Paper Style) ફેરફાર કરીને સરળ બનાવી છે.

    કોરોના કાળની પહેલી અને બીજી લહેરમાં નાના બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોનું ભણતર બગડ્યું છે. પરીક્ષા કેન્સલ થતી હોવાને કારણે અનેક સ્ટુડન્ટ્સ (Students) પણ છેલ્લા સમયે નારાજ થઇ ગયા હતા. જો કે આ વર્ષે પરીક્ષા ઓફલાઇન (Offline Exam) કરીને એક મોટું ડિસિઝન (Decision) લેવામાં આવ્યું છે.

    સમગ્ર પેપરમાં જનરલ ઓપ્શન પૂછીને વિદ્યાર્થીઓનું ટેન્શન દૂર કરવામાં આવ્યું

    એક અહેવાલ મુજબ ધોરણ-10માં 80માંથી 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. જ્યારે ધોરણ-12માં 100માંથી 20 ગુણના એમસીક્યુ (MCQ) તેમજ 10 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછાશે. આમ, ધોરણ-10 અને 12ના સમગ્ર પેપરમાં જનરલ ઓપ્શન (General Option) પૂછીને વિદ્યાર્થીઓનું ટેન્શન દૂર કરવામાં આવ્યું છે. જો કે આ સરળ પેપર સ્ટાઇલની સીધી અસર રિઝલ્ટ પર દેખાશે. અને આ વર્ષે રિઝલ્ટ ઊંચું આવવાના પણ અનેક ચાન્સિસ છે.

    ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ 4 થી 12 એપ્રિલ દરમિયાન યોજાશે. આમ, કોરોના કાળે તો અનેક લોકોના જીવન પર મોટી અસર પાડી છે. તમારા ઘરમાં કે આસપાસ 10માં અને 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પેપર સ્ટાઇલ વિશે તમે પણ ખાસ જણાવજો. જેથી કરીને એમને પાછળથી કોઇ ચિંતા ન રહે.

    આ પણ વાંચો: કેન્દ્ર સરકાર LIC IPOને મે સુધી સ્થગિત કરી શકે છે, બજારમાં સ્થિરતાની રાહ જોશે

    ઘણી વખત બાળકો પરીક્ષાના સમયમાં ડિપ્રેશન થઇ જતા હોય છે

    આ પેપર સ્ટાઇલ પ્રમાણે જો વિદ્યાર્થીઓ આજથી જ તનતોડ મહેનત કરવાનું શરૂ કરી દેશે, તો એમને સો ટકા સારું રિઝલ્ટ (Result) મળવાના ચાન્સિસ છે. આ સાથે જ પરીક્ષાના દિવસો નજીક આવતા હોવાથી તમે પણ તમારા બાળકને આ વિશે કોઇ પણ જાતનું ટોર્ચર ના કરો અને એમને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરો.

    આ પણ વાંચો: સુરતઃ આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર, કોર્પોરેટરની ઘર વાપસી

    ઘણી વખત બાળકો પરીક્ષાના સમયમાં ડિપ્રેશન (Depression) થઇ જતા હોય છે. જેના કારણે તેઓ પરીક્ષા આપવાની ના પાડતા હોય છે. આમ, આ માટે બાળકને આ પરિસ્થિતિમાં (Situation) સાચવવા ખૂબ જ જરૂરી છે. જેથી કરીને તેઓ પરીક્ષાની બાબતને લઇને ચિંતામાં ના રહે અને પરિણામ સારું મળે.
    First published:

    Tags: Gandhinagar News, અમદાવાદ, ગાંધીનગર, બોર્ડ પરિક્ષા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन