બિન અનામત વર્ગ ખુશખબર! અનામત જેવા તમામ લાભ આપવાની સરકાર કરી રહી છે તૈયારી

News18 Gujarati
Updated: April 26, 2018, 5:55 PM IST
બિન અનામત વર્ગ ખુશખબર! અનામત જેવા તમામ લાભ આપવાની સરકાર કરી રહી છે તૈયારી

  • Share this:
લોકસભાની ચૂંટણી પહેલા સરકાર બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા ખાસ રણનીતિ બનાવી શકે છે. ચૂંટણીને લઈ રાજ્ય સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય. અનામત કેટેગરીનો લાભ બિન અનામત જ્ઞાતિઓને પણ મળી શકે તે માટે આયોગ સરકારને ભલામણ કરશે. 35 જેટલી યોજનાઓનો લાભ આપવા આયોગ ભલામણ કરી શકે છે.

બિન અનામત વર્ગના લોકોને 2થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા પણ થઈ છે. સાથે સરકારની યોજના અને સબસિડીમાં પણ મળી શકે છે લાભ. આ ઉપરાંત ઉચ્ચ અભ્યાસ માટેની લોન તેમજ સરકારી નોકરીઓમાં લાભ આપવાની પણ ચર્ચા ચાલી રહી છે.

એટલું નહીં, વય મર્યાદામાં છૂટછાટ, મહિલા કેટેગરીમાં પણ લાભ, સરકારની યોજના અને સબસિડીમાં પણ લાભ મળી શકે તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 3 માસમાં બિન અનામત આયોગ સરકારને ભલામણ કરશે, તો આ તરફ સરકાર પણ આ ભલામણોનો ત્વરિત અમલ કરવાના મૂડમાં છે. સરકારની મંજૂરી મળે એટલે બિન અનામત નિગમ તેનો અમલ કરશે. સાથે જ બિન અનામત જ્ઞાતિઓ શું ઈચ્છે છે એ માટે આયોગ એક મહિનામાં સર્વે કરાવશે. આ માટે જિલ્લા દીઠ 500થી 600 સેમ્પલ લેવામાં આવશે. બિન અનામત જ્ઞાતિઓની ખરેખર શું જરૂરિયાત છે તે નક્કી કરાશે.

ઉલ્લેખનીય છે કે, અગામી વર્ષે દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. છેલ્લા કેટલાએ સમયથી રાજ્યમાં બિન અનામત વર્ગના લોકો દ્વારા અનામતને લઈ મોટું આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ હાલની સરકારને કેટલીક બેઠક ખોવાનો વારો આવ્યો. હાલના સમયમાં એસસી-એસટી વર્ગ પણ પોતાની સુરક્ષાને લઈ સરકારથી નારાજ છે, તેવામાં પોતાની મોટી વોટ બેંક ગણાતા બિન અનામત વર્ગને આકર્ષવા સરકાર તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે સરકાર લોકસભા ચૂંટણીમાં બિન અનામત વર્ગને આકર્ષવા માટે નવી યોજના લાવવાનું વિચારી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, સરકાર આ પ્રકારની યોજના લાવી બિન અનામત વર્ગને કેટલી ખુશ કરી શકે છે.
First published: April 26, 2018, 5:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading