સારા સમાચાર! અમદાવાદમાં 15 મેથી શાકભાજી, કરિયાણા સહિત આ દુકાનો આટલા સમય માટે જ ખુલશે

સારા સમાચાર! અમદાવાદમાં 15 મેથી શાકભાજી, કરિયાણા સહિત આ દુકાનો આટલા સમય માટે જ ખુલશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ મહાનગર પાલિકાનાં વધુ એક ઉચ્ચ અધિકારી કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર છે. ખોખરા વોર્ડનાં આસિસ્ટન્ટ મ્યુ. કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે પુર્વ ઝોનના બે ડ્રાયવર પણ પોઝિટિવ આ્યો હોવાના સમાચાર છે.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો (Ahmedabad municipal corporation) શાકભાજી અને દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.

શહેરમાં 15 મેના રોજ શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો શાકભાજી અને દુકાનો ખોલવા મામલે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 15મે પછી શાકભાજી, કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટી શરતોને આધીન ખોલવા દેવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખોલી શકાશે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં વેપારીઓ માટે માર્દગર્શિકા

- માત્ર છૂટછાટ આપવામાં આવેલી ચીજવસ્તુઓનું જ વેચાણ સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કરી શકાશે.
-નિશ્વિત કરવામાં આવેલા સમયગાળા સિવાય વેપાર નહીં કરી શકાય
-હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ મેળવવાના રહેશા અને વેપારના સમયે અચૂક રાખવાના રહેશે. આ કાર્ડ દર 7 દિવસે રીન્યૂ કરવાના રહેશે
-વેચાણ કરતી વખતે સામાજીક અંતર ફરજિયાત પણે જાળવવાનું રહેશે.
-દુકાનમાં કામ કરતા તમામ તથા ફેરિયાઓએ હેન્ડ ગ્લોવ્ઝ, કેપ માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે
-ગ્રાહકો તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવાના રહેશે
-દુકાનમાં રોકડ સ્વીકાર અને ચીજવસ્તુની આપ-વે કરતી વખતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરનો ચાર્જ સંભાળનાર મુકેશ કુમારે 15 મે સુધી નવ દિવસ માટે અમદાવાદ શહેરમાં દૂધ અને દવાઓની દુકાનો સિવાય તમામ દુકાનો ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

અમદાવાદ મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટએ પ્લાઝમા ડોનેટ કર્યાં છે. ગયા મહિને દેવેન ભટ્ટનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ બે દિવસ SVP હોસ્પિટલમાં રહ્યા હતા, બાદમાં મ્યુ કમિશનર સાથેની વાતચીતમાં દર્દીઓની સેવા કરવાની તૈયારી બતાવતા તેમને સમરસ હોસ્ટેલમાં ફરજ આપવામાં આવી હતી. તેઓ સ્વેચ્છાએ પોઝિટિવ હોવા છતાં પોતાના જેવાં પોઝિટિવ દર્દીઓની સેવામાં લાગી ગયા હતાં. ચાંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડની જવાબદારી નિભાવતા દેવેન ભટ્ટે મંગળવારે પ્લાઝમા ડોનેટ કર્યા હતા. દેવેન ભટ્ટ સાથે અન્ય 10 લોકોએ અત્યાર સુધીમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે.
Published by:News18 Gujarati
First published:May 13, 2020, 20:32 pm

ટૉપ ન્યૂઝ