Home /News /madhya-gujarat /

Good News: સ્તન કેન્સરનું નિદાન કરશે આ ખાસ ડિવાઈસ

Good News: સ્તન કેન્સરનું નિદાન કરશે આ ખાસ ડિવાઈસ

આ ખાસ ડિવાઇસ કરશે બ્રેસ્ટ કેન્સરનું નિદાન

Ahmedabad News આ ડિવાઈસના ઉપયોગથી સ્તન કેન્સરથી થતાં મૃત્યુના રેશીયોને કંઈક અંશે લગામ લગાવી શકાશે.  ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી જાન્યુઆરી 2022માં ડિવાઈસને લોન્ચ કરવાની તૈયારી GTUએ કરી છે

અમદાવાદ, છેલ્લા કેટલાક વર્ષોમાં સ્તન કેન્સરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવા દર્દીઓ માટે અતિ મહત્વના સમાચાર છે. કારણ કે જીટીયુ ઈન્ક્યુબેટર્સ દ્વારા સ્તન કેન્સરનું નિદાન કરતું  ડિવાઈસ બનાવવામાં આવ્યુ છે.

ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી જાન્યુઆરી 2022માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે. ત્યારે એ જાણવું જરૂરી છે કે આ ડિવાઇસ કેવીરીતે વર્ક કરે છે.

WHOના રીપોર્ટ પ્રમાણે વિશ્વમાં અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરના કેસમાં સતત વધારે થતો જેવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને GTU ઈન્ક્યુબેટર્સ ધ્રુવ પટેલે સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવ્યું છે.

આ ડિવાઈસના ઉપયોગથી સ્તન કેન્સરથી થતાં મૃત્યુના રેશીયોને કંઈક અંશે લગામ લગાવી શકાશે.  ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી જાન્યુઆરી 2022માં ડિવાઈસને લોન્ચ કરવાની તૈયારી GTUએ કરી છે. GTU ના વાઇસ ચાન્સેલર નવીન શેઠએ જણાવ્યું કે  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી રિસર્ચર્સ અને ઈન્ક્યુબેટર્સને પ્રોત્સાહન આપવા માટે હરહંમેશ કાર્યરત રહે છે.
બ્લડ સુગર , બ્લડ પ્રેશર કે પછી ગર્ભાવસ્થા માટે અદ્યતન ટેક્નોલોજીની મદદથી ઘરે રહીને જ નિદાન કરી શકાય છે.

તેવી જ રીતે સરળતાથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ વિના સંકોચે ઘરે રહીને જાતેજ સ્તન કેન્સરનું નિદાન કરી શકે તે માટે જીટીયુ સંચાલીત ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના ઈન્ક્યુબેટર્સ ધ્રુવ પટેલે સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવ્યું છે. જીટીયુ ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ અને ડીથ્રીએસ હેલ્થકેર ટેક્નોલોજીના સ્થાપક ધ્રુવ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ 2020માં 7 લાખથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. જે આગામી 2025 સુધી 8 લાખથી વધુ થવાની શક્યતા છે.

અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સની જાગૃતી ઓછી છે. જેના કારણોસર તેની જાણ બિજા સ્ટેજ પછી થતી હોવાથી જીવનું જોખમ રહે છે. પ્રથમ સ્ટેજમાં જ નિદાન થઈ જાય તો, મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. રેડલાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ ડિવાઈસ સ્તનને 360 અંશથી સ્કેન કરીને તેમાં રહેલી ગાંઠ કે અન્ય સમસ્યા સંબધીત ડેટાનો રીપોર્ટ મોબાઈલ એપ્લિકેશનમાં ફોટોગ્રાફ સહિત રજૂ કરે છે.

વર્તમાન સમયમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજીના સરળતાથી ઘરે જ નિદાન કરવા માટે વપરાતી નથી. જ્યારે રેડ લાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ દ્વારા બનાવવામાં આવેલ ડિવાઈસ થકી પરિવારની દરેક મહિલા કોઈ પણ સમયે સ્તન કેન્સર સંબધીત સમસ્યાનું નિદાન કરી શકશે.  વર્તમાન સમયમાં આ ડિવાઈસ ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઈને આગામી જાન્યુઆરી 2022માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે.
Published by:Margi Pandya
First published:

Tags: Breast cancer, Device to diagnose Breast Cancer, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन