ગોમતીપુર ધ્રુવ આપઘાત કેસ મામલોઃ પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનો ચૌકાવનારો ખુલાસો

Parthesh Nair | Pradesh18
Updated: March 28, 2016, 10:23 PM IST
ગોમતીપુર ધ્રુવ આપઘાત કેસ મામલોઃ પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનો ચૌકાવનારો ખુલાસો
ગોમતીપુરમાં 14 વર્ષના ધ્રુવના આપઘાત કેસમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનો ચૌકાવનારો ખુલાસો થયો છે. પીસીઆર વાનના કર્મચારીઓ ધ્રુવને લઈ ગયા હોવાનો ખૂલ્યું છે. ગોમતીપુર પોલીસે એફએસએલના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગોમતીપુરમાં 14 વર્ષના ધ્રુવના આપઘાત કેસમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનો ચૌકાવનારો ખુલાસો થયો છે. પીસીઆર વાનના કર્મચારીઓ ધ્રુવને લઈ ગયા હોવાનો ખૂલ્યું છે. ગોમતીપુર પોલીસે એફએસએલના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • Pradesh18
  • Last Updated: March 28, 2016, 10:23 PM IST
  • Share this:
અમદાવાદ# ગોમતીપુરમાં 14 વર્ષના ધ્રુવના આપઘાત કેસમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનો ચૌકાવનારો ખુલાસો થયો છે. પીસીઆર વાનના કર્મચારીઓ ધ્રુવને લઈ ગયા હોવાનો ખૂલ્યું છે. ગોમતીપુર પોલીસે એફએસએલના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગોમતીપુરમાં રમણલાલાની ચાલીમા રહેતા 14 વર્ષના ધ્રુવના આપઘાત બાદ સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. ધ્રૃવને પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા. આ આક્ષેપોને ખોટા કહી રહેલા પોલીસ ઉચ્ચ અધિકારીઓએ નવો ખુલાસો કર્યો છે.

એસીપી કે. ડી. પંડયાએ પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓ ધ્રુવને લઈ ગયા હોવાનો ચૌકાવનારો ખુલાસો કર્યા છે. પરંતુ પોલીસ કન્ટ્રોલના મેસેજ બાદ ધ્રૃવને લઈ ગયા હોવાનો બચાવ કર્યો હતો. જો પોલીસ કન્ટ્રોલમાં મેસેજ છે, તો પીસીઆર વાન ગોમતીપુર પોલીસ સ્ટેશન કેમ ના લઈ ગઈ. પોલીસ કર્મચારીઓ ધ્રુવને ક્યાં લઈ ગઈ હતી અને કેમ છોડી દીધો. ધ્રુવ સાથે એવું શું થયું કે, તેને આપઘાત કરવો પડયો. આ દરેક મુદ્દાઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

પીસીઆર વાનના પોલીસ કર્મચારીઓએ જાહેરમાં ધ્રુવને માર માર્યો હતો, જેને અનેક લોકોએ જોયું હતુ. ત્યાર બાદ પીસીઆર વાન ધ્રુવને લઈ ગઈ પોલીસ કન્ટ્રોલમાં અસામાજીક ત્તત્વો અપશબ્દો બોલી રહ્યા હોવાનો મેસેજ કર્યો. પોલીસ ઉચ્ચ અધિકારીઓના ખુલાસાથી કેસમાં નવો વળાંક આવ્યો છે.

પીસીઆર વાનના કર્મચારીની સંડોવણી બહાર આવી છંતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને બચાવી રહ્યા છે. આ ગંભીર ઘટનાના પગલે એફએસએલની ટીમે પોલીસ કર્મચારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લઈને તપાસ શરૂ કરી હતી.

પીસીઆર વાનના પોલીસકર્મીઓ વિરૂદ્ધ IPC 305, 306 અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પીસીઆર વાનના કર્મચારીઓનું લિસ્ટ પોલીસ સ્ટેશનમાં રેકર્ડ પર હોવા છંતા તેમના નામ જાહેર નહિ કરતા પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે.
First published: March 28, 2016, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading