અમદાવાદ: શહેરના નરોડામાં (Naroda Ahmedabad) આવેલી એક જવેલર્સ શોપમાં બંટી બબલી ગ્રાહક બનીને આવ્યા હતાં. આ બને લોકોએ સોનાની ચુનીઓ જોવાના બહાને કારીગરોની નજર ચૂકવી ચાર જ મિનિટમાં 1.20 લાખની સોનાની (Gold Theft) ચુનીઓ ચોરી લીધી હતી. સાંજે ચુનીઓ ભરેલું બોક્સ ન મળતા વેપારીને જાણ થઈ અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શહેરના સરસપુરમાં રહેતા શીતલ કુમાર નરોડા રોડ પર ગણેશ રેસીડેન્સી માં શ્રેયાંશ જ્વેલર્સની દુકાન ધરાવી વેપાર કરે છે. તેમની દુકાનમાં તે તથા તેમના બે કારીગર કામ કરે છે. ગત ૬ જાન્યુઆરીના રોજ નિયમ પ્રમાણે સવારે 10 વાગ્યે તેઓએ તેમની દુકાન ખોલી હતી.
તેમના કારીગર હરિભાઈ મહેરીયા તથા કમલેશભાઈ સાથે તેઓ જ્વેલર્સ ઉપર હાજર હતા. ત્યારે સાંજે છ વાગ્યે તેમની દુકાન ઉપર એક ગ્રાહક નાકની સોનાની ચૂની લેવા માટે આવ્યા હતા. આ ગ્રાહક કાઉન્ટરમાં નીચે રાખેલ સોનાની ચૂની વાળું બોક્સ જોતા મળી આવ્યું ન હતું. જેથી શીતલ કુમારે એમના કારીગરોને આ બાબતે પૂછપરછ કરી હતી પરંતુ તે બોક્સ મળી આવ્યું ન હતું.
આ પણ વાંચો :
અમદાવાદ : 'પૈસા કમાવવાની તાકાત ન હોય તો મરી જા,' પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી પતિનો આપઘાત
જેથી શીતલ કુમારે તેમની દુકાનમાં લાગેલા કેમેરા ચેક કર્યા હતા. ત્યારે સીસીટીવી કેમેરામાં તેઓને જણાયું કે તેમની દુકાનમાં સવારે 11 વાગ્યે એક બહેન તથા એક ભાઈ તેમની દુકાનમાં નાકની ચુની લેવા માટે આવ્યા હતા. સાડી પહેરીને આવેલી મહિલા તેની સાથે અન્ય એક શખ્સ ને લઈને આવી હતી અને જે શખસ તેની સાથે હતો તેને મોઢા પર માસ્ક પણ પહેર્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ : 'દીકરો જણ્યો છે તો એનું બધું પિયરમાંથી લઈ આવ,' પુત્રના જન્મદિવસ પહેલાં માતાએ કર્યો આપઘાત
આ બંને કારીગરો જ્યારે તેઓને નાકની ચુની બતાવી રહ્યા હતા ત્યારે સાડી પહેરીને આવેલી મહિલાએ ચુની જોવા માટે એક બોક્સ તેના ખોળામાં લીધું હતું. ત્યારબાદ કારીગરોની નજર ચૂકવી આ બોક્સ તેની સાડીમાં સંતાડી દીધું હતું અને બાદમાં ચુની નથી લેવી એમ કહી બંને જતા રહ્યા હતા. જેથી તપાસ કરી તો આ બોક્ષમાં રહેલી ૧.૨૦ લાખની સોનાની ચુનીઓ આ બંટી-બબલી લઇને ફરાર થઇ જતાં નરોડા પોલીસ સ્ટેશનમાં શીતલ કુમારે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.