અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં ઘટાડો, જાણો નવો ભાવ

News18 Gujarati
Updated: May 7, 2019, 12:38 PM IST
અખાત્રીજના દિવસે સોનાના ભાવમાં ઘટાડો, જાણો નવો ભાવ
અખાત્રીજ નિમિત્તે માત્ર અમદાવાદમાં જ 50 કિલો સોનાની ખરીદી માટે એડવાન્સ બૂકિંગ થયું છે.

અખાત્રીજ નિમિત્તે માત્ર અમદાવાદમાં જ 50 કિલો સોનાની ખરીદી માટે એડવાન્સ બૂકિંગ થયું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી:  અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિતે સોના-ચાંદીના ઘરેણા ખરીદવાનું શુભ મનાય છે. તેથી જવેલર્સોને આશા છે કે, આ દિવસે સોનાના વેપારમાં નોંધપાત્ર વધારો થાય. હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 32,600 રૂપિયાએ પહોંચ્યો છે.

અખાત્રીજ અથવા અક્ષયતૃતીયા નિમિતે સોનાના વેચાણમાં ઉછાળો થાય તેવી જવેલર્સોને આશા છે. ગયા વર્ષે 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવ વધીને 34,500 સુધી પહોંચી ગયા હતા. પરંતુ આ વર્ષે ભાવ ઘટીને 32,600 થતાં સોનાની ખરીદીમાં વધારો થયો છે. અમદાવાદ જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ જીગર સોનીના જણાવ્યા મુજબ અખાત્રીજે અમદાવાદમાં 100 કિલો અને રાજ્યમાં 350થી 400 કિલો સોનાનું વેચાણ થવાનો અંદાજ છે.

વેપારીના જણાવ્યા અનુસાર, લોકો એડવાન્સ ચેક આપીને સોનાની ખરીદી માટે બૂકિંગ કરાવી રહ્યા છે. અત્યાર સુધી ખરીદીમાં 40 ટકા દાગીના અને 60 ટકા લગડી હતી. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. આ વખતે દાગીનાની ખરીદી લગભગ 70 ટકા અને લગડીની ખરીદી 30 ટકા રહેવાનો અંદાજ છે. આજે અખાત્રીજ નિમિત્તે શહેરભરમાં 4થી 5 હજાર ટુ-વ્હીલરનું વેચાણ થવાનો અંદાજ બજારના સૂત્રોએ મૂક્યો છે.

ખરીદી માટેના શુભ મુહૂર્ત

  • ચલ ચોઘડિયું 9.32 થી 11.07
  • લાભ ચોઘડિયું 11.07 થી 12.42

  • અમૃત ચોઘડિયું 12.42 થી 14.16

  • શુભ ચોઘડિયુ 15.52 થી 17.26

  • લાભ ચોઘડિયું 20.24થી 21. 49


જ્વેલર્સ વેપારીઓ કહી રહ્યા છે કે અખાત્રીજ સોના અને વાહનોની ખરીદી માટે શુભ મુહૂર્ત ગણાય છે. તેથી અમને આશા છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સોનાના વેચાણમાં વધારો થશે .અખાત્રીજના દિવસને લઈ સોનાની ખરીદી માટે કેટલાક ગ્રાહકોએ એડવાન્સ બૂકિંગ ઓર્ડર પણ આપી દીધા છે.

અખાત્રીજના દિવસે સોનું ખરીદવાની પરંપરા હોય છે. તેના પાછળની માન્યતા એ છે કે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજે સોનું ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તેવી માન્યતા હોય છે..
First published: May 7, 2019, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading