ગોધરાકાંડના પોસ્ટર બોયે કોમી એકતા માટે મુસ્લિમ મિત્ર પાસે દુકાનનું ઉદ્ઘાટન કરાવ્યું

News18 Gujarati
Updated: September 8, 2019, 7:19 PM IST
ગોધરાકાંડના પોસ્ટર બોયે કોમી એકતા માટે મુસ્લિમ મિત્ર પાસે દુકાનનું ઉદ્ઘાટન કરાવ્યું
ઉદ્ઘાટનની તસવીર

2002 તોફાનમાં સમગ્ર અખબારો અને મીડિયામાં એક ફોટો એટલો પ્રચલિત થયો હતો. કે પોસ્ટર બોય બની ગયો હતો. પરુંતુ આ પોસ્ટર બોયની જીવનમાં એક નવો વળાંક આવ્યો છે.

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદઃ 2002 ગોધકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટેલી નિકળેલા તોફાને યાદ કરતા આજે પણ અમદાવાદીઓને હૃદય હચમચી જાયે છે. પરંતુ 2002 તોફાનમાં સમગ્ર અખબારો અને મીડિયામાં એક ફોટો એટલો પ્રચલિત થયો હતો. કે પોસ્ટર બોય બની ગયો હતો. પરુંતુ આ પોસ્ટર બોયની જીવનમાં એક નવો વળાંક આવ્યો છે. પોતાના જીવનની નવી શરૂઆત કરી રહ્યો છે. અને હિન્દુ-મુસ્લિમ એકતાની નવી એક મિશાલ આ વ્યક્તિએ આપી છે.

શાહપુર વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી ફુટપાથ પર રહી મોચી કામ કરતા અશોકભાઇની જીવનમાં એક નવો વળાંક આવ્યો છે. હવે તેઓએ પોતાની ચંપલની દુકાન શરૂ કરી છે. જે દુકાનનું નામ તેઓએ એકતા ચંપલ ઘર રાખ્યુ છે. જેનું ઉદ્દઘાટન પણ તેઓએ પોતાના મુસ્લિમ મિત્ર કુતબુદ્દીન અન્સારીના હાથ કરાવ્યુ છે. જે એક કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.

ગોધરાકાંડમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આ બે ચહેરા બની ગયેલા અશોક મોચી અને કુતબુદ્દીન અન્સારી એકમેકના સમય સંજોગ 2012 ભેગા થયા છે. અને જિગરી દોસ્ત બની જાય છે. અને આજે અમદાવાદ દિલ્હી દરવાજા રોડ પર અશોક મોચીએ ચંપલની દુકાન શરૂ કરી તેનું ઉદ્દઘાટન કુતબુદ્દીનના હસ્તે કરાવી દોસ્તી અને હિન્દુ મુસ્લીમ એક્તાનું પ્રતિક ઊભું કર્યુ હતું.

અશોક પરમાર પોતે એકલા જીંદગી જીવે છે. શાહપુરથી દિલ્હી દરવાજા તરફ જતા રસ્તા પર તેઓ છેલ્લા અનેક વર્ષોથી ફુટપાથ પર મોચી કામ કરે છે. પોતાના પિતા અને ત્યાર બાદ મોટા ભાઇ અહી બેચી મોચી કામ કર્યુ હતું. વરાસમાં તેઓને મોચી કામ મળ્યું છે. તેથી જ 2001થી અહીં મોચી કામ કરી પોતાનું પેટીયું રળે છે. અશોકભાઇના જીવનમો મોટો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવે છે. જ્યારે 2002 ગોધરકાંડ બાધ તોફાન ફાટી નીકળે છે. અને તેઓનો ફોટ દેશના તમામ અખબારોમાં પ્રથમ પેજ પર છપાય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ હેલ્મેટ વગર ટ્રાફિક પોલીસનો બાઇક હંકારતો વીડિયો, સામે ચાલી દંડ ભર્યો

ફોટામાં તેઓ પોતાના માથામા કેસરી પટ્ટી, અને હાથમાં કોઇ હથિયાર રાખ્યું હોય અને એક દમ આક્રોશ બતાવતા પોતે કઇ કહેતા હોય એવો ફોટો વાયરલ થયો હતો. અને જયારે પણ ગોધરકાંડના તોફનની વાત આવે ત્યારે આ ફોટો છપાતો હતો.આ બન્ને મિત્રોને ભેગા કરવા માટે સામાજિક કાર્યકર કલીમ સિદ્દીકીની મહત્વની ભુમિકા રહી હતી. જેઓએ કેરળ ખાતે સીપીઆઇના નેતાઓ સાથે આ બન્નેની મુલાકાત કરાવી હતી. જેના આધારે દિલ્હી દરવાજા પાસે એકતા ચંપલ ઘર નામે દુકાન શરૂ કરવામાં કન્નુરના સાંસદ પી. જયરાજ અને સીપીઆઈ(એમ)એ મદદ કરી છે.

2002ના તોફોના અંગે કુતબુદ્દીન અન્સારીના અનુભવો વિશેના પુસ્તકનું કેરાળમાં યોજાયેલા વિમોચન કાર્યક્રમમાં અશોક મોચીને આમંત્રણ અપાયું હતું. અશોકે કહ્યું કે, મેં કુતુબભાઈના પુસ્તકનું વિમોચન કર્યુ હતું. હવે ઈશ્વરે મને તક આપી ત્યારે મે તેમના હાથે જ મારી દુકાનનું ઉદ્દઘાટન કરાયું છે. મને ગોધરાના તોફાનોએ એક સારો હિતેચ્છું મિત્ર આપ્યો છે.
First published: September 8, 2019, 7:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading