જાન્યુઆરીમાં યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, PM મોદીને અપાયું આમંત્રણ


Updated: December 14, 2019, 5:01 PM IST
જાન્યુઆરીમાં યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, PM મોદીને અપાયું આમંત્રણ
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પીએમ મોદીને આમંત્રણ અપાયું

આ સમિટમાં મહિલા ઉદ્યોગ સાહસિક, એગ્રીકલચર અને ડેરી પ્રોડક્ટ્સ માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા વળતર પણ આપવામાં આવશે

  • Share this:
જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, કહેવાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટમાં હાજરી આપવા ગાંધીનગર આવશે.

આ મામલે માહિતી આપતા સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું છે કે, બિઝનેસ સમિટને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, અને  સમિટ પહેલા અગ્રણીઓ ભેગા થાય તે માટે આવતીકાલે રાજપથ કલબ પાસે 'એક શામ અપનો કે નામનો' કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં ત્રણ દિવસ ચાલશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, અને આ બિઝનેસ સમિટમાં 7 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી આશા રાખવામાં આવી રહી છે. સમિટમાં 14 ડોમમાં 1 હજાર કરતા વધારે સ્ટોલનું એક્ઝિબિશન હશે. ઉદ્યોગજગતના અગ્રણીઓ પણ હાજર રહેશે. સમિટમાં આર્થિક વિકાસ અને ખ્યાતનામ વક્તાઓની હાજરીમાં સેમિનાર પણ યોજાશે.

મહત્વની વાત એ છે કે, આ સમિટમાં મહિલા ઉદ્યોગ સાહસિક, એગ્રીકલચર અને ડેરી પ્રોડક્ટ્સ માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા વળતર પણ આપવામાં આવશે, તથા અન્ય સમાજના ઉદ્યોગ સાહસિકો માટે 10 ટકા સ્ટોલ પણ ફાળવવામાં આવ્યા છે. સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા અને શિક્ષિત અને દીક્ષિત યુવાનોને સન્માન સાથે રોજગારીની તકો પુરી પાડવા સમિટનું  આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે,  2018માં પણ બિઝનેસ સમિટ યોજાય હતી, અને 2020માં ફરી બિઝનેસ સમિટ યોજાવા જઈ રહી છે, આ બિઝનેસ સમિટના ઉદ્દઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે. તેમજ દેશ વિદેશના ઉધોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે, આ સમિટનોનો હેતુ છે કે, એક બીજાને વેપાર ઉધોગમાં ઉપયોગી થવું, સમાજમાં નવા ઉધોગ સાહસિક તૈયાર કરવા, અને રોજગારીની તકો પુરી પાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर