શું તમને ખબર છે અમિત શાહનું બાળપણનું હુલામણું નામ?

News18 Gujarati
Updated: October 22, 2019, 6:15 PM IST
શું તમને ખબર છે અમિત શાહનું બાળપણનું હુલામણું નામ?
અમિત શાહ (1985ની તસવીર)

અંગ્રેજોના શાસન દરમિયાન માણસા સ્ટેટના નગર શેઠ તરીકે અમિત શાહના દાદા ગુલાબચંદ ગોકળદાસ શાહ કામ કરતા હતા.

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : 22 ઓક્ટોબર, 1964. માણસાના અનિલચંદ્ર શાહના ઘરે પુત્ર જન્મ થયો. અનિલચંદ્ર શાહને ત્યાં ચાર દીકરીઓ બાદ પૂનમની તિથિએ દીકરાનો જન્મ થતા દીકરાનું હુલામનું નામ "પૂનમ" રાખવામાં આવ્યું હતું. આ પૂનમ એટલે વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ માણસામાં લીધા બાદ અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. આજે તેઓ દેશના વડાપ્રધાન બાદના બીજા ટોચના પદે બિરાજમાન છે, ત્યારે તેમની અત્યાર સુધીની સફર પર એક નજર કરીએ.

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા માણસાના શાહ પરિવારમાં 22 ઓક્ટોબર,1964 ના રોજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો જન્મ થયો હતો.અંગ્રેજોના શાસન દરમિયાન માણસા સ્ટેટના નગર શેઠ તરીકે અમિત શાહના દાદા ગુલાબચંદ ગોકળદાસ શાહ કામ કરતા હતા. ગુલાબચંદની વહીવટી કુશળતાના કારણે તેઓ રાજવી પરિવારના નિકટના સભ્યોમાંના એક સભ્ય હતા.

આ પણ વાંચો : Exclusive : 1985માં મિત્રો સાથે સોમનાથ ફરવા આવેલા અમિત શાહની ખાસ તસવીરો

ગુલાબચંદ શાહના દીકરા અનિલભાઈ શાહ શેરબજારનો વ્યવસાય કરતા હતા. શેરબજારના વ્યવસાયના વિસ્તાર માટે તેઓ મુંબઈ ગયા હતા. ચાર દીકરીઓ બાદ પરિવારમાં કૂળ દીપકનો જન્મ થયા બાદ અનિલભાઈ માણસા ખાતે પરત આવ્યા હતા. અમિત શાહે બાલમંદિરથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ અહીં જ કર્યો છે.અમિત શાહ ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હોવાથી ખૂબ જ લાડ-પ્રેમમાં મોટા થયા છે. પૂનમની તિથિએ જન્મ થયો હોવાથી ઘરે તેમને પૂનમના હુલામણા નામે બોલાવતા હતા. 1970-71ના વર્ષમાં અમિત શાહને વિઠ્ઠલદાસ ગુલાબચંદ નાગરદાસ બાલમંદિરમાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા હતા.વિઠ્ઠલદાસ ગુલાબચંદ નાગરદાસ (વિગુના) બાલમંદિરમાં ધોરણ-4 નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અમિત શાહે ધોરણ-5માં માણસાની આરબીએલડી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાના જીવની પહેલી ચૂંટણી તેઓ આરબીએલડી સ્કૂલમાં ધોરણ-8માં લડ્યા હતા. મોનિટરની ચૂંટણીમાં તેઓ 50 વિધાર્થીના ક્લાસમાંથી 35 વિધાર્થીઓનો મત મેળવામાં સફળ થયા હતા.

આ પણ વાંચો : Exclusive : અમિત શાહે ધોરણ-10 અને 12નો અભ્યાસ આ સ્કૂલમાં કર્યો છે

અમિત શાહને બાળપણથી જ ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. માણસા ખાતે પોતાની હવેલીના આંગણે તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમતા હતા. શાંત સ્વભાવ ધરાવતા અમિત શાહ પોતાના મિત્રો સાથે ખૂબ મસ્તી કરતા હતા.ધોરણ-9થી અમિત શાહ પરિવાર સાથે અમદાવાદ રહેવા આવી ગયા હતા. બાળપણથી જ માણસાના પુસ્તકાલયમાં મહાપુરુષોના જીવન-ચરિત્ર અંગે વાંચનને કારણે તેઓ અમદાવાદમાં 1980ના વર્ષેથી 16 વર્ષેની ઉંમરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની શાખા સાથે જોડાયા હતા. 1982માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા હતા.

ભાજપની વિધાર્થી શાખામાં સામેલ થયા બાદ માત્ર 5 વર્ષના સમયગાળામાં અમિત શાહ 1987માં ભાજપના યુવા મોરચામાં સામેલ થયા હતા. જેના માત્ર બે જ વર્ષેમાં અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. ભાજપના યુવા મોરચામાં જોડાયા બાદ અમિત શાહ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભાજપના સંગઠનને વિસ્તારવા માટે કામ કરતા હતા.દેશમાં ચાલેલા રામ જન્મ ભૂમિ આંદોલન અને એકતા યાત્રા દરમિયાન લાલ કૃષ્ણ અડવાણી જ્યારે લોકસભાની ચૂંટણી લડવા ગાંધીનગર આવ્યા ત્યારે તેમની તમામ જવાબદારી અમિત શાહે ઉઠાવી લીધી હતી. આ દરમિયાન 1995માં અમિત શાહ ગુજરાત નાણાપંચના અધ્યક્ષ બન્યા હતા.

રાજકીય કોઠાસુઝના પરિણામે અમિત શાહની રાજકીય કારકિર્દીએ ગતિ પકડી હતી. વર્ષે 1997 ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચીની સાથે સાથે સરખેજ વિધાનસભાના ધારાસભ્ય પણ બન્યા હતા. અમિત શાહ વર્ષે 2002માં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. એક સફળ ગૃહ મંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે માણસા શહેરના મલાવ તળાવના નવીનીકરણનું કામ હાથમાં લીધું હતું.કેન્દ્ર સરકાર દ્વારા અમિત શાહ પર ખોટા એન્કાઉન્ટરનો આક્ષેપ મૂકવામાં આવ્યો અને આ સમય દરમિયાન તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું.
First published: October 22, 2019, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading