અમદાવાદ: નોટોનું બનાવટી બંડલ રૂમાલમાં પકડાવી ગઠિયા સોનાની ચેઇન પડાવી ગયા

News18 Gujarati
Updated: November 3, 2019, 11:31 PM IST
અમદાવાદ: નોટોનું બનાવટી બંડલ રૂમાલમાં પકડાવી ગઠિયા સોનાની ચેઇન પડાવી ગયા
ફાઈલ ફોટો

એક ગઠિયાએ તેમને રૂમાલમાં બંધ ગડ્ડીઓ આપી હતી અને કહ્યું હતું કે, આ રૂમાલમાં પૈસા છે તમે તેના બદલામાં તમારી સોનાની ચેઇન આપો

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં સરનામુ પૂછવાના બહાને મહીલાને રોકીને તેને ચલણી નોટોની સાઇઝની કાગળની ગડ્ડી રૂમાલમાં આપીને રૂપિયા 25 હજારની કિમતની સોનાની ચેઇન પડાવીને બે ગઠિયાઓ પલાયન થઇ ગયાં છે.

ચાદખેડામાં રહેતા મણીબેન મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ શિવશક્તિ સ્કુલ પાસે આવેલ કરિશ્મા એવન્યુ ફ્લેટ નજીકથી પસાર થઇ રહ્યાં હતાં તે દરમિયાન બે યુવાનો તેમની પાસે આવ્યા હતાં. અને બરોડા જવાનો રસ્તો પૂછ્યો હતો. જો કે ફરિયાદીએ ચાંદખેડા બસસ્ટેન્ડ તરફ થી જવાનો રસ્તો બતાવ્યા બાદ આ બંન્ને ગઠિયામાંથી એક ગઠિયાએ તેમને રૂમાલમાં બંધ ગડ્ડીઓ આપી હતી અને કહ્યું હતું કે, આ રૂમાલમાં પૈસા છે તમે તેના બદલામાં તમારી સોનાની ચેઇન આપો.

મહિલાએ લાલચમાં આવીને પોતાની ચેઇન આ ગઠિયાને આપી દીધી હતી. જો કે ત્યારબાદ પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં જ સમગ્ર બનાવની જાણ ફરિયાદીએ તેમના પરિવારજનોને કરી હતી. અને રૂમાલ ખોલીને જોયું તો તેમાં માત્ર એક પાંચસો રૂપીયાની નોટ જ હતી. બાકી ચલણી નોટની સાઇઝના કાગળના ટુકડામાંથી આ ગડ્ડી બનાવી હતી.

આ બનાવ બાદ આસપાસના વિસ્તારમાં ગઠિયાઓની શોધખોળ પણ કરી હતી. પરંતુ કોઇ મળી આવ્યું ન હતું. જેથી સમગ્ર ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને કરતાં જ પોલીસએ મહીલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर