ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટે શાળાઓમાં આત્મરક્ષણની તાલીમ અપાશે

News18 Gujarati
Updated: October 10, 2019, 5:15 PM IST
ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા માટે શાળાઓમાં આત્મરક્ષણની તાલીમ અપાશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્યની તમામ શાળાઓમાંથી શાળાઓ દીઠ બે શિક્ષકોને પસંદ કરી વિશેષ તાલીમ અપાશે જે ‘કવચ’ની ટીમના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપશે.

  • Share this:
ગુજરાત મહિલા આયોગના (Women's Commission)  અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ જણાવ્યું છે કે, સુરક્ષિત દીકરી, સુરક્ષિત ગુજરાતના (Gujarat) નિર્માણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યની દીકરીઓને (Girls) વધુ સુરક્ષા પુરી પાડવા માટે તથા આત્મરક્ષણ (Self Defense) માટેની યુક્તિઓ શીખવવા મહિલા આયોગ દ્વારા ‘કવચ’ કાર્યક્રમનો નવતર પ્રયોગ (New Initiative)હાથ ધરાયો છે. જેના દ્વારા દીકરીઓને આત્મરક્ષણની તાલીમ સહિત માર્ગદર્શન અપાશે.

આજે ગાંધીનગર ખાતે ‘કવચ’ કાર્યક્રમનો શુભારંભ કરાવતા લીલાબેન અંકોલીયાએ કહ્યું કે, રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને કવચ કાર્યક્રમ અંતર્ગત આત્મરક્ષણની તાલીમ અપાશે. આજના સમયમાં દીકરીઓએ આત્મરક્ષણની યુક્તિઓ શીખવી આવશ્યક છે. રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં અનેક પગલાંઓ લઇને મહિલાઓનાં સામર્થ્યમાં અપ્રતિમ વધારો કર્યો છે.

જુદી જુદી સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓ વિશે જાગૃતતા વધે અને દીકરીઓ પર અચાનક થતાં શારીરિક હુમલા સમયે કેવી રીતે સામાન્ય જાગૃતતાથી સામનો કરવો એ વિશેની આત્મરક્ષણની યુક્તિઓ શીખવવા ‘કવચ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે,”.

’આ પ્રસંગે મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે જણાવ્યુ હતું કે, ગુજરાત મહિલા આયોગ અને ગુજરાત પોલિસના સહયોગથી શાળાઓમાં દીકરીઓને વધુ સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજણ અપાશે.

વડોદરાના ડી.સી.પી. સરોજકુમારીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળાઓમાંથી શાળાઓ દીઠ બે શિક્ષકોને પસંદ કરી વિશેષ તાલીમ અપાશે જે ‘કવચ’ની ટીમના માર્ગદર્શન હેઠળ શાળાની દીકરીઓને આત્મરક્ષણની તાલીમ આપશે.

 
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर