Home /News /madhya-gujarat /

અમદાવાદ : જે દીકરીના લગ્નની વાત કરવા માતા પિતા ગયા તે જ સગીરા કામવાળી સાથે ભાગી ગઈ

અમદાવાદ : જે દીકરીના લગ્નની વાત કરવા માતા પિતા ગયા તે જ સગીરા કામવાળી સાથે ભાગી ગઈ

શહેરમાં (Ahmedabad)એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news : કામવાળી સાથે સગીરા ભાગી તો ગઈ પણ ઘરમાંથી આઠ લાખની મતા પણ ચોરી ગઈ

અમદાવાદ : શહેરમાં (Ahmedabad)એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતો એક પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. આ પરિવારમાં એક 17 વર્ષની સગીરા પણ રહે છે. તેના લગ્નની (marriage)વાત ચાલતી હોવાથી તેના માતા પિતા તે કામથી ગયા હતા. તેવામાં જ તેઓને ઘરેથી ફોન આવ્યો કે તેમની પુત્રી ઘરમાં નથી. તપાસ કરી તો કામવાળી સગીરા પણ ગાયબ હતી અને એક થેલો લઈને તે બંનેને કોઈએ જતા જોઈ હતી. ઘરમાં તપાસ કરી તો આઠેક લાખના સોનાના દાગીના પણ ગાયબ હતા. જેથી પોલીસનો (Police) સંપર્ક કરાતા પોલીસે તપાસ કરી અપહરણ (Kidnapping)અને ચોરીનો ગુનો નોંધી બંને સગીરાની શોધખોળ હાથ ધરવા એક ટીમ રાજસ્થાન (Rajasthan)મોકલી છે.

પૂર્વ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે અને પંચરની દુકાન ધરાવી કામધંધો કરે છે. તેઓ તેમના ભાઈ સહિતના લોકો સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમને 17 વર્ષ અને 9 માસની સગીર દીકરી પણ છે. બન્યું એવું કે ગત 31મીએ સાંજે આ સગીરાના લગ્નની વાત ચાલતી હોવાથી સગીરાના માતા પિતા તે કામથી જુહાપુરા બાજુ ગયા હતા. ત્યાં તેઓ પહોંચ્યાને ઘરેથી ફોન આવ્યો કે તેમની દીકરી ઘરે નથી અને ઘરમાં સામાન વેર વિખેર પડ્યો છે. તાત્કાલિક આ સગીરાના માતા પિતા ઘરે આવ્યા અને ઘરમાં જોયું તો બધું વેર વિખેર હતું. સાથે ઘરમાં લોહીના ડાઘા પણ હતા.

આ પણ વાંચો - અમદાવાદમાં એન્ટ્રી કરવા 100 રૂપિયાની લાંચ માંગતો હતો હોમગાર્ડ, આવી રીતે આવ્યો પકડમાં

બાદમાં આસપાસમાં તપાસ કરી તો સગીરાને એક થેલો લઈને કામવાળી સગીરા સાથે જતા જોઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી તો સામે આવ્યું કે 17 વર્ષની સગીરા અને તેની સાથે કામવાળી સગીરા ભાગી ગયા છે. ઘરમાં જે લોહીના ડાઘ મળ્યા છે તે બાબતે જાણવા મળ્યું કે કામવાળી સગીરાએ જાતે કોઈ ઇજા પહોંચાડી હોઈ શકે. બીજી તરફ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે પરિવારની સગીર દીકરીના લગ્ન નક્કી થયા હતા પણ તે અગાઉ એક યુવકના પ્રેમમાં હતી અને તે બાબતે ઘરમાં ઝઘડા પણ થયા હતા અને તેને માર પણ મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : લ્યો બોલો હવે કુતરાને રોટલી ખવડાવી પણ ગુનો છે? એક પુરુષની કરી નાખી દુર્દશા

હાલ પોલીસે દાગીના સહિતની મતા ચોરી કરી ફરાર થનાર બંને સગીરા રાજસ્થાન અજમેર હોવાની શક્યતાઓ દાખવી ટીમતે તરફ રવાના કરી છે. વટવા પીઆઇ એચ વી સિસારાએ ટૂંક સમયમાં બંને સગીરાની ભાળ મળી જશે તેવો દાવો કર્યો છે. ત્યારે બંને સગીરા મળી આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad news, Kidnapping, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन