અમદાવાદઃ ધૂમાડાનો લાભ લઈને ફોગિંગ કરનારે કિશોરી સાથે કર્યા અડપલાં

News18 Gujarati
Updated: December 2, 2019, 11:22 PM IST
અમદાવાદઃ ધૂમાડાનો લાભ લઈને ફોગિંગ કરનારે કિશોરી સાથે કર્યા અડપલાં
પ્રતિકાત્મક તસવીર

કિશોરી ઘરે એકલી હતી તે દરમિયાન ભૈયાજી છોટું નામના આરોપીએ આરોપી ફોગિગ ના ધુમાડાનો લાભ લઇ કિશોરી સાથે છેડતી કરેલી છે. એટલું જ નહીં છેડતી બાદ આરોપીએ કિશોરીને ધમકી આપી હતી

  • Share this:
અમદાવાદ: એક તરફ ગુજરાતમાં (Gujarat) મહિલા સશક્તિકરણની (Women Empowerment) વાતો થઇ રહી છે અને મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મહિલાઓ સાથે બનતા બનાવોને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ અને દુષ્કર્મ બાદ વડોદરામાં ગેંગરેપની ઘટના તો અમદાવાદના બાપુનગરમાં પણ છેડતીના (molestation) બે બનાવો સામે આવ્યા છે. જો પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો બપોરના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad municipal corporation) ફોગિંગ કરવા માટે કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક કર્મચારીએ કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા છે.

આ પણ વાંચોઃ-પિતાને અન્ય સ્ત્રી સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ પુત્રી, સાંકળથી બાંધીને રેપ કરતો હતો પિતા

કિશોરી ઘરે એકલી હતી તે દરમિયાન ભૈયાજી છોટું નામના આરોપીએ આરોપી ફોગિગ ના ધુમાડાનો લાભ લઇ કિશોરી સાથે છેડતી કરેલી છે. એટલું જ નહીં છેડતી બાદ આરોપીએ કિશોરીને ધમકી આપી હતી. જોકે કિશોરીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતા તેની માતા બાપુનગર પોલીસ સ્ટેશન (bapunagar police station) પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-ફોટોશૂટ પહેલા અનન્યા પાંડેની ફાટેલી ડ્રેસ આવી રીતે સિવતો દેખાયો આસિસ્ટન્ટ

જ્યારે બીજો બનાવ અજિત મીલ પાસે આવેલા નેશનલ હેન્ડલુમ મોલમાં બન્યો છે. રાજકોટથી અમદાવાદ આવેલા પરિવારની એક યુવતી છેડતીનો ભોગ બને છે. રાજકોટથી આવેલ પરિવાર ખરીદી કરવા માટે હેન્ડ લૂમ માં ગયો હતો તે દરમિયાન એક યુવાન તેનો પીછો કરતો કરતો તેની પાસે પહોંચ્યો હતો અને ભીડમાં ધક્કામુક્કી નો લાભ લઇ યુવતીનો દુપટ્ટો ખેંચ્યો હતો.આ પણ વાંચોઃ-આ બે કારણોથી સોનાની કિંમતોમાં આવ્યો ભારે ઘટાડો, ફટાફટ જાણી લો આજનો ભાવ

જો કે યુવતીએ પ્રતિકાર કરતાં આરોપીએ તેની સામે લાકડીઓ ઉગામી તને મારવા માટે ગયો હતો આસપાસના લોકો એકઠા થઈને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर