ગરબા પ્રેક્ટિસમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અગાઉના બે લગ્નો છૂપાવતા ફરિયાદ

News18 Gujarati
Updated: September 20, 2019, 11:02 AM IST
ગરબા પ્રેક્ટિસમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અગાઉના બે લગ્નો છૂપાવતા ફરિયાદ
તસવીર પ્રતિકાત્મક છે.

લગ્ન બાદ નણંદે ધમકી આપી કે, 'મારી અગાઉની બે ભાભીઓ દહેજ નહોતી લાવી એટલે કાઢી મૂકી હતી, તારે પણ રૂ. 15 લાખ લાવવા પડશે.'

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઇ છે જેમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ અગાઉ બે લગ્ન કર્યા છે, તેમણે આ વાત છૂપાવી રાખીને મારી સાથે લગ્ન કરી લીધા હતા. નવરાત્રિ દરમિયાન ગરબા પ્રેક્ટિસમાં બંનેની મુલાકાત થઈ હતી. આ દરમિયાન આરોપી પતિએ પ્રેમનું નાટક કરી યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નણંદે ધમકી પણ આપી હતી કે, અગાઉ બે ભાભીઓ દહેજ નહોતી લાવી એટલે છૂટાછેટા આપી દીધી હતા. તારે પણ ઘરેણા અને રૂ. 15 લાખ રોકડા લાવવા પડશે.

નિકોલમાં રહેતી 21 વર્ષની યુવતી વર્ષ 2017માં મોરપીછ ગરબા ક્લાસમાં જતી હતી. તે દરમિયાન નિરજ નામના યુવકે મિત્રતા કેળવી તેની સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. વર્ષ 2017ના ઓક્ટોબર માસમાં અસારવા ખાતે બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન નિરજે કહ્યુ હતુ કે, તેના માતાપિતા દહેજ લાવવાવાળી છોકરી પસંદ કરે છે, આથી આપણે હમણાં બંનેના ઘરે લગ્નની વાત નહીં કરીએ.

યુવતી તેના પતિની વાત માની લીધી હતી. જોકે, વર્ષ 2019માં પતિએ ફોન કર્યો હતો કે તેના માતાપિતા દહેજ વગર માનતા નથી. આથી નિરજ ભાડે મકાન રાખીને પત્ની સાથે રહેવા લાગ્યો હતો. જે બાદમાં માતાપિતા માની ગયાનું કહીને તે પોતાની પત્નીને ઘરે લઇ ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર


યુવકની બહેને આ યુવતીને કહ્યું કે, દહેજમાં દાગીના અને 15 લાખ રોકડા લાવવા પડશે. આવી માગણી બાદ યુવતીએ કહ્યું હતું કે તેણે પ્રેમ લગ્ન હોવાથી કંઈ લાવી નહીં શકે. આવી વાત બાદ યુવકની બહેને યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે, તેના ભાઇના અગાઉ બે લગ્ન થયા હતા પણ દહેજમાં બંને પત્નીઓ કંઈ લાવી ન હોવાછી છૂટાછેડા આપી દીધા હતા. લગ્નની શરૂઆતથી જ આ પરિસ્થિતિ ઉભી થતાં મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

'અમે બહુ ધક્કા ખાધા, કોર્ટ અને પોલીસમાં સેટિંગ છે'મહિલાએ કરેલી ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, તેના સાસરિયાએ પોલીસ ફરિયાદ ન કરવા માટે ધમકી આપી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, અગાઉના છૂટાછેડાને લઇને તેઓએ પોલીસ અને કોર્ટના બહુ ધક્કા ખાધા હોવાથી તેમનું સેટિંગ છે. જો તે ફરિયાદ કરશે તો તેમાં પણ તે લોકો સેટિંગ કરી લેશે.

આ પણ વાંચો :
First published: September 20, 2019, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading