Home /News /madhya-gujarat /

અમદાવાદઃ બ્યુટીપાર્લરમાં એવું તે શું થયું કે યુવતીએ કેનાલ પર જઈને આત્મહત્યા કરી લીધી

અમદાવાદઃ બ્યુટીપાર્લરમાં એવું તે શું થયું કે યુવતીએ કેનાલ પર જઈને આત્મહત્યા કરી લીધી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News:બ્યુટીપાર્લરમાં (Beauty parlor) અંદર અંદર મહિલાઓ વચ્ચે ઝગડા થયા હતા. જે વાતમાં ધરતી નામની યુવતીને ઠપકો આપી ઘરે મોકલી દેવાતા તેને મનમાં લાગી આવતા તે કેનાલ પર જઈ આપઘાત (suicide) કરી લીધો હતો.

અમદાવાદ: થોડા સમય પહેલા નિકોલમાં (nikol) આવેલા એક બ્યુટીપાર્લરમાં (Beauty parlor) અંદર અંદર મહિલાઓ વચ્ચે ઝગડા થયા હતા. જે વાતમાં ધરતી નામની યુવતીને ઠપકો આપી ઘરે મોકલી દેવાતા તેને મનમાં લાગી આવતા તે કેનાલ પર જઈ આપઘાત (suicide) કરી લીધો હતો. જે મામલે હવે છ મહિલાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નિકોલમાં રહેતા ડિમ્પલબહેન જેસુરના પતિનું નવેક વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેઓને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. જેમાં 21 વર્ષીય ધરતી નામની પુત્રી નિકોલમાં આવેલા બ્યુટીકેર પાર્લરમાં નોકરી કરતી હતી.

અહીં ધરતી સાથે સાથે અન્ય યુવતીઓ પણ કામ કરે છે અને માલિકની બહેનપણીઓ પણ અહીં આવતી રહેતી હતી. ધરતીની શેઠાણી ની બહેનપણીના કોઈ દાગીના ખોવાઈ ગયા હતા. જે બાબતે ત્યાં કામ કરતી કોઈ યુવતીનો વાંક આવ્યો હતો. જેથી ધરતીએ આ વાત શેઠાણી ની બહેનપણીને કરતા મામલો વધુ ગરમાયો અને અંદર અંદર ઝગડા થવા લાગ્યા હતા.

ગત 10 મી માર્ચ ના રોજ ધરતી બ્યુટી પાર્લર ખાતે ગઈ હતી. ત્યાથી સાંજે તે ઘરે પરત આવી નહોતી. એટલે તેની માતા સતત ચિંતામાં આવી ગઈ અને પાર્લર પર ફોન કરતા તેની શોધખોળ કરવા લાગ્યા હતા. શેઠાણી કે અન્ય કોઈ લોકોએ ધરતી નીકળી ઘરે જવા નીકળી હોવાની જાણ કરી નહોતી.

આ પણ વાંચોઃ-સુરતઃ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, મૈત્રી કરાર સાથે રહેતા કહેવાતા પતિએ જ ગળું કાપીને કરી હતી હત્યા

એમાંય બન્યું હતું એવું કે શેઠાણીની બહેનપણીઓ આવી હતી અને ધરતી બધા વિશે બોલી વાતો કરે છે તે મામલો બીચકયો હતો અને શેઠાણીએ બધાને ઘરે મોકલી દીધા હતા. જે વાતની પણ જાણ ધરતીના ઘરે કરી નહોતી.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! 77 વર્ષના ડોસાએ 13 વર્ષના બાળકના ઘરમાં ઘુસી કર્યું પોર્ન ફિલ્મ જેવું કામ

આ દરમિયાનમાં નિકોલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. જેમાં બાદમાં બીજા જ દિવસે અસલાલી ની નાઝ કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવવાની જાણ કરાઈ હતી.

જે લાશ ધરતીની હોવાનું સામે આવતા ધરતીની માતાએ પ્રિયંકા શેલડીયા, ઝરણા, પૂજા, નિતા સહિત છ લોકો સામે ઝગડાના કારણે મનમાં લાગી આવતા ધરતીએ આપઘાત કર્યો હોવાની દુષપ્રેરણા ની ફરિયાદ કરતા હવે નિકોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર