Home /News /madhya-gujarat /

અમદાવાદ : પ્રેમી પ્રેમિકાને ભગાડી એકલી મૂકી ગયો, પ્રેમીને જેલ થતાં પ્રેમિકાએ કર્યો આપઘાત

અમદાવાદ : પ્રેમી પ્રેમિકાને ભગાડી એકલી મૂકી ગયો, પ્રેમીને જેલ થતાં પ્રેમિકાએ કર્યો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

એક સગીરાના મોત બાદ આરોપીને જેલમાં મોકલ્યો હોવાથી લાગી આવતા આપઘાત કર્યું હોવાનું પોલીસનું તારણ

અમદાવાદ : કહેવાય છે કે એક વાર પ્રેમ થઇ જાય પછી પ્રેમી ભલે કોઇ પણ ભૂલ કરે પણ તે ભૂલમાં ય પ્રેમ દેખાતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. એક પ્રેમી યુવકને સગીરા સાથે પ્રેમ થયો હતો. જેથી તે પ્રેમિકાને ભગાડી ગયો હતો પણ પોલીસ ફરિયાદ થતાં જ તે પ્રેમિકાને પાછી ઘર પાસે જ મૂકી ગયો હતો. બાદમાં પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કર્યો હતો. અને બાદમાં આ સગીરાએ આપઘાત કરી લીધો હતો. તો પોલીસે તપાસ કરતા તેના પ્રેમીને જેલ થતાં જ તેણે આપઘાત કર્યો હોવાની શંકા પોલીસે સેવી છે.

અમદાવાદના નારણપુરામાં રહેતી એક સગીરા તેના માતા પિતા સાથે રહેતી હતી. થોડા દિવસો પહેલા તેને એક યુવક સાથે પ્રેમ થયો હતો. 8મી ફેબ્રુઆરીએ જીતેન્દ્ર નામનો યુવક આ સગીરાને પ્રેમ કરતો હોવાથી ભગાડી લઇ ગયો હતો. પણ બંને પ્રેમી પંખીડા ભાગી ગયા હોવાથી દોડધામ મચી હોવાનું જાણીને આ જીતેન્દ્ર તેની પ્રેમિકાને તેના ઘર પાસે મૂકી ગયો હતો. ત્યારબાદ પોલીસ કેસ થયો હતો. પોલીસે પણ પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંધી અને તપાસ કરી હતી. પોલીસે તપાસ બાદ આરોપી જીતેન્દ્રની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને કોર્ટ કસ્ટડીમાં રાખી તેને જેલ હવાલે કર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : પત્નીની છેડતીનો બદલો લેવા હાર્દિકે છરીના 50 ઝીંકી સુર્યા મરાઠીને પતાવી નાખ્યો

પોલીસે સગીરાની મેડિકલ સારવાર કરાવી અને સગીરાને ગોદ લીધેલ માતા પિતા પાસે મોકલી આપી હતી. પણ સગીરાએ તેના જ નારણપુરા ખાતેના ઘરમાં પંખે લટકીને આપઘાત કરી લીધો હતો. જેથી ફરી ત્યાં પોલીસ પહોંચી અને તપાસ કરી તો અગાઉ પ્રેમ સંબંધમાં ભાગી જવાથી સગીરાના પ્રેમીને પકડી જેલ હવાલે કરતા સગીરાને મનમાં લાગી આવ્યું હોવાથી તેણે આપઘાત કર્યો હોવાનું પોલીસે માનીને નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Lover, અમદાવાદ, આત્મહત્યા, ગુનો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन