Home /News /madhya-gujarat /

બ્રધર્સ ડે: 'સુંદર વીરા'એ માત્ર 24 કલાકમાં જાતે દિશા વાકાણી માટે બનાવી સુંદર Gift

બ્રધર્સ ડે: 'સુંદર વીરા'એ માત્ર 24 કલાકમાં જાતે દિશા વાકાણી માટે બનાવી સુંદર Gift

24 કલાકમાં દિશા વાકાણીનું ચિત્ર બનાવ્યું

તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં આવતા સુંદર એટલે જે મયુર વાકાણી, દિશા વાકાણીનો સગો ભાઈ છે અને અમદાવાદમાં તે શ્યામલ વિસ્તારમાં રહે છે

અમદાવાદ : આમ તો રક્ષા બંધનના અવસરે બહેન ભાઈને રાખડી બાંધે છે, જ્યારે ભાઈબીજના દિવસ ભાઈ બહેનને ત્યાં જમવા જાય. પરંતુ વર્ષમાં એક આવતા બ્રધર્સ ડેના દિવસે એટલે કે, 24મેના રોજ એક ભાઈએ પોતાની બહેનને આપી છે સુંદર ગિફ્ટ. આ ભાઈ બીજો કોઈ નહિ પરંતુ સુંદર વીરા છે.

જીહાં, તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં આવતા સુંદર એટલે જે મયુર વાકાણી, દિશા વાકાણીનો સગો ભાઈ છે અને અમદાવાદમાં તે શ્યામલ વિસ્તારમાં રહે છે, ત્યારે આજ ભાઈએ સતત 24 કલાકમાં બહેનનું એવું ચિત્ર બનાવ્યું છે, જેને જોઇને દયાની યાદ આવી જાય.



હું મુંબઈ જઈશ ત્યારે બહેન ને આપીશ
ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા મયુરએ જણાવ્યું કે લોકડાઉનને કારણે તે બહેનને આ વર્ષે મળી નથી શક્યો, તેથી તેને આ ચિત્ર બનાવીને બહેન માટે પ્રેમ દર્શાવ્યો છે. જ્યારે મુંબઇ જવાનું થશે ત્યારે તેઓ આ પેઇન્ટિંગ લઈને બહેનને ગિફ્ટ આપશે.
Published by:kiran mehta
First published:

Tags: Disha vakani, Mayur vakani

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन