અમદાવાદ: 'સાહેબ, પ્રેમિકાને નવી નક્કોર Alto કાર Gift આપી, પ્રેમિકાને ખુશ કરવા શેઠના ત્યાં ચોરી કરી'


Updated: October 20, 2020, 5:49 PM IST
અમદાવાદ: 'સાહેબ, પ્રેમિકાને નવી નક્કોર Alto કાર Gift આપી, પ્રેમિકાને ખુશ કરવા શેઠના ત્યાં ચોરી કરી'
પ્રેમિકા માટે ચોર બન્યો

ફિલ્મી પ્રેમ કહાનીને પણ ટકકર મારે તેવી એક પ્રેમ કહાની અમદાવાદના પાલડી વિસ્તારમા સામે આવી છે.

  • Share this:
અમદાવાદ: પ્રેમિકાને કારમા ફરાવવા માટે એક યુવક ચોર બન્યો હોવાનું સામે આવ્યું છે. ઘરઘાટી બનીને નોકરી કરીને ઘરમાથી રૂપિયા 8 લાખની ચોરી કરી છુમંતર થયો હતો. પાલડી પોલીસે રાજસ્થાનની આરોપીની ધરપકડ કર્યા બાદ આ સમગ્ર ખુલાસા થયા છે. આરોપીએ પ્રેમિકાને ભેટ આપવા ખરીદેલી કાર પણ પોલોસે જપ્ત લીધી છે.

ફિલ્મી પ્રેમ કહાનીને પણ ટકકર મારે તેવી એક પ્રેમ કહાની અમદાવાદના પાલડી વિસ્તારમા સામે આવી છે. મૂળ રાજસ્થાનના મહેન્દ્ર પટેલએ પોતાની પ્રેમિકાને કારમા ફેરવવા અને તેને ભેટ આપવા માટે ચોર બની ગયો હતો. વાત કંઈક એવી છે કે, પાલડીમા દેવ દેસાઈના નિવાસ્થાને મહેન્દ્ર પટેલ ઘરઘાટી બન્યો હતો. 5 ઓકટોબરના રોજ મહેન્દ્રએ ઘરમાથી રૂ. 8 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ચોરીને લઈને ઘરઘાટી મહેન્દ્ર વિરૂધ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે રાજસ્થાનથી મહેન્દ્રની ધરપકડ કરી હતી. સાથે જ નવી નક્કોર ગ્રે કલરની અલ્ટ્રો કાર પણ જપ્ત કરવામા આવી છે.

પતિએ પત્નીને કહ્યું, 'એક યુવતી મને રોજ ગંદા ઈશારા કરે છે', પોલીસ સ્ટેશનમાં થઈ જોવા જેવી

પતિએ પત્નીને કહ્યું, 'એક યુવતી મને રોજ ગંદા ઈશારા કરે છે', પોલીસ સ્ટેશનમાં થઈ જોવા જેવી

પાલડી પીઆઇ એ જે પાંડવ એ જણાવ્યું કે, ગ્રે કલરની કાર મહેન્દ્રએ પ્રેમિકા માટે ખરીદી હતી. આ કાર પ્રેમિકાને ભેટ આપીને તેની સાથે ફરવા જવાના સપના મહેન્દ્રએ જોયા હતા. પરંતુ હવે તેને જેલની હવા ખાવી પડી છે. પાલડી પોલીસે મહેન્દ્રની ધરપકડ સાથે રૂ 4 લાખની કાર, મોબાઈલ અને રૂ 65 હજારની રોક઼ડ સહિત 5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે અઢી લાખ રૂપિયા પ્રેમિકા સાથે મોજશોખમા ખર્ચી દીધા હોવાનુ પણ તપાસમા ખુલ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, યુવાની અવસ્થામાં પ્રેમમાં કેટલાક લોકો એટલી હદે પાગલ થઈ જાય છે કે, તેમને એ પણ નથી સુજતું કે, તે શું કરી રહ્યા છે. આવો જ એર પાગલ પ્રેમીનો કિસ્સો  તાજેતરમાં જ રામોલ વિસ્તારમાંથી પણ સામે આવ્યો હતો. જેમાં પ્રેમમા પાગલ યુવકે મિત્રો સાથે છેતરપીંડી કરીને રૂ 19 લાખ લૂંટાવી દીધા હતા. જયારે પાલડીમા પ્રેમિકા માટે પ્રેમી ચોર બની ગયો. ત્યારે હવે મહત્વનુ એ છે કે, આ યુવકોને પ્રેમિકા તો ના મળી પરંતુ પ્રેમમા ગુનેગાર બનીને જેલના સળીયા જરૂર મળ્યા છે.
Published by: kiran mehta
First published: October 20, 2020, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading