સેવા પરમો ધર્મ શબ્દને સાર્થક કરતા MLA ભુપેન્દ્રભાઇ પટેલ, જાણો - Corona પીડિત પરિવાર માટે શું કરી જાહેરાત!

સેવા પરમો ધર્મ શબ્દને સાર્થક કરતા MLA ભુપેન્દ્રભાઇ પટેલ, જાણો - Corona પીડિત પરિવાર માટે શું કરી જાહેરાત!
ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (ફાઈલ ફોટો)

કોરોના કપરા કાળમા ઘરના મોભી ગુમાવનાર નિ: સહાય બનેલા પરિવારમાં દિકરા કે દિકરીને ઉચ્ચે ભણતર માટે ફી ભરવાની જાહેરાત કરી, આ સિવાય...

  • Share this:
અમદાવાદ : સેવા પરમો ધર્મ શબ્દને ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાર્થક કરવામાં આવી છે. કોરોના કપરા કાળમા અનેક પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે. ત્યારે આ પરિવારો નિ: સહાય બનેલા હોય તે પરિવારમાં દિકરા કે દિકરીને ઉચ્ચે ભણતર માટે ફી ભરવાની જાહેરાત કરી છે. તેમજ વિસ્તારના ૫૦ પરિવારોને આખા વર્ષનું કરિયાણુ ફ્રી આપવાની જાહેરાત કરી છે.

ભાજપના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલ અનોખી પહેલા કરી છે. સેવા પરમો ધર્મ વાક્યને સાર્થક કરત ભુપેન્દ્રાભાઇ પટેલ દ્વારા કોરોના મહામારી વચ્ચે જે પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો હોય. તેમજ તે પરિવારમાં દિકરા/ દિકરીને ઉચ્ચ ભણતર માટે ફી જરૂરિયા હશે. તેવા પાંચ બાળકોના ઉચ્ચ અભ્યાસ જેવા કે મેડિકલ અને એન્જીનીયર જેની ફી લાખો રૂપિયામાં હોય છે, તે ભરવા આગળ હાથ લંબાવ્યો છે. દિકરો કે દિકરી જ્યા સુધી ભણવા માંગતા હોય ત્યા સુધી આ ફી ભરવા તૈયારી બતાવી છે.આ પણ વાંચો'ઓ સાથી રે તેરા બીના ભી ક્યા જીના', પત્નીએ ભારતમાં કરી આત્મહત્યા, તો પતિએ જર્મનીમાં કરી લીધો આપઘાત

ઘાટલોડિયા ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલ જણાવ્યુ હતુ કે, કોરોના કપરા કાળમા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે પરિવારના મોભી જે પરિવારે ગુમાવ્યા હોય તેમજ આર્થિક સંકળામણ ભોગવતા પરિવારને સહાય કરવાનો વિચાર મનમાં આવ્યો છે. ઘરના મોભીનું અવસાન થયા બાદ ઉચ્ચ શિક્ષણ માટે ફી ભરવાની આવશ્યકતા હોય અને કોઇ પણ પ્રકારની આર્થિક આવક ન હોય, અને બાળકોને ઉચ્ચ શિક્ષણ જેવું મેડિકલ કે, એન્જીનીયર અભ્યાસ કરવો હોય એવા ૫ કિસ્સામાં દિકરા કે દિકરીના શિક્ષણ પૂર્ણ થયા સુધીની તમામ ફી ભરવાની જવાબાદરી સ્વિકાર કર્યો છે.

આ પણ વાંચોછોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

આ ઉપરાંત મારા મત વિસ્તારમાં કોરોના મહામારી અને મિની લોકડાઉનમાં નુકશાન થયેલ હોય તેમજ પરિવારમાં કોઇ આર્થિક ઉપાજન ન હોય તેવા ૫૦ પરિવારોને એક વર્ષ માટે ઘરમાં કરિયાણુ એટલે કે દાળો - ચોખા, તેલ, ખાંડ સહિત ખાદ્ય સામગ્રી ભરી આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શન બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ હોય એવા વ્યક્તિ-પરિવાર ઘાટલોડિયા વિધાનસભા કાર્યાલયનો સંપર્ક કરી શકશે. પરિવારની ઇચ્છા નહિ હોય તો લાભાર્થી તરીકેની તેઓની ઓળખ છુપી રાખવામાં આવશે.
Published by:kiran mehta
First published:May 11, 2021, 15:52 pm

ટૉપ ન્યૂઝ