6 મહિના બાદ AMCની સામાન્ય સભા મળશે, કાઉન્સિલરોએ ફરજીયાત કોરોના ટેસ્ટ કરવાનો રહેશે

6 મહિના બાદ AMCની સામાન્ય સભા મળશે, કાઉન્સિલરોએ ફરજીયાત કોરોના ટેસ્ટ કરવાનો રહેશે
(પ્રતિકાત્મક તસવીર)

મેયર બિજલ પટેલની ઓફિસમાંથી તમામ કાઉન્સિલને જાણ કરવામાં આવી છે કે સામાન્ય સભા પહેલા કાઉન્સિલરોએ કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 મહિના બાદ સામાન્ય સભા મળવા જઇ રહી છે. આગામી 25 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે પાલડી ટાગોર હોલ ખાતે મળશે. મેયર બિજલ પટેલની ઓફિસમાંથી તમામ કાઉન્સિલને જાણ કરવામાં આવી છે કે સામાન્ય સભા પહેલા કાઉન્સિલરોએ કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે.

આગામી 25 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સવારના 11 વાગ્યે પશ્ચિમ ઝોનની ઓફિસ ઉસ્માનપુરા ખાતે આવેલ વીડિયો કોન્ફરન્સ રૂમમાં વીડિયો કોન્ફન્સના માધ્યમથી ઓનલાઇન મળનાર એએમસી સામાન્ય માસિક સભા ઓનલાઇનના બદલે નિયમિત રીતે પાલડી ખાતે આવેલ ટાગોર હોલમાં તે જ તારીખ અને તે સમય મળશે.આ પણ વાંચો - 20 જિલ્લાઓના આ 123 તાલુકાઓને મળશે સહાય પેકેજ, જાણો તમારો તાલુકો છે કે નહીં

ટાગોર હોલ પાલડી ખાતે 23 સપ્ટેમ્બરના બુધવારના રોજ સવારે 9 થી 5 અને 24 સપ્ટેમ્બરના ગુરુવારના રોજ સવારે 9 થી 3 વાગ્યા સુધી કોવિડ-19 ટેસ્ટ ફરજીયાત કાઉન્સિલરોએ કરવાનો રહેશે. કોવિડ -19 ટેસ્ટમા જે કાઉન્સિલરો રિપોર્ટ પોઝિટિવ આવશે. તેઓએ સભામાં ઓનલાઇન હાજર રહેવાનું રહેશે. જો કાઉન્સિલર સદર બેઠકમાં ઓનલાઇન હાજર રહેવા માંગતા હોય તેઓ પહેલા માહિતી આપવી પડશે .ઓન લાઇન હાજર રહેવા માંગતા કાઉન્સિલર 24 સપ્ટેમ્બરના ગુરુવારના રોજ સાંજ પાંચ વાગ્યા સુધીમાં મેયર ઓફિસમાં જાણ કરવાની રહેશે.
Published by:Ashish Goyal
First published:September 21, 2020, 19:35 pm

ટૉપ ન્યૂઝ