Home /News /madhya-gujarat /

OMG! અમદાવાદમાં ગે ચેટ એપ્લિકેશનમાં ભરાઈ ગયો યુવક, મેસેજ કરનારને મળવા જવાનું એક લાખમાં પડ્યું

OMG! અમદાવાદમાં ગે ચેટ એપ્લિકેશનમાં ભરાઈ ગયો યુવક, મેસેજ કરનારને મળવા જવાનું એક લાખમાં પડ્યું

પકડાયેલા આરોપીઓની તસવીર

Ahmedabad Crime News: અમદાવાદમાં બે બાળકોના પિતાને ઓનલાઈન ગે ચેટિંગ એપ (Gay chat app) પર મિત્રતા કરવી ભારે પડી હોવાની ઘટના સામે આવી છે. મિત્રતા કરી એક ટોળકીએ મળવા બોલાવતા આ યુવક ગયો અને બાદમાં શખસોએ માર મારી લૂંટી (loot) લીધો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં અત્યારસુધીમાં હનીટ્રેપના (honey trap) અનેક કિસ્સા સાંભળ્યા હશે. જેમાં કોઈ યુવતી કોઈ યુવકનું સંપર્ક કરી તેની સાથે મિત્રતા કેળવે છે. બાદમાં હોટલ ગેસ્ટ હાઉસ કે ફ્લેટમાં મળવા બોલાવી શારીરિક સંબંધ (physical relation) બાંધવાનું નાટક કરે છે. તેવામાં કેટલાક લોકો આવી જાય છે અને પૈસાની માંગણી કરે છે અથવા આ જ યુવતી તથા તેના મળતીયાઓ વીડિયો ફોટો વાયરલ (Video photo viral) કરવાનું કહી ટ્રેપ ગોઠવી પૈસા પડાવતા હોય છે. ત્યારે હવે ગે લોકો પણ ટ્રેપમાં ફસાતા હોય તેવી ઘટના સામે આવી છે.

બે બાળકોના પિતા એવા એક યુવકે ગે ચેટ એપ્લિકેશન (Gay chat app) ડાઉનલોડ કરી અને તેને એક યુવકની રિકવેસ્ટ આવ્યા બાદ બને વાતો કરતા હતા. ત્યારબાદ મળવા બોલાવતા આ યુવક ગયો અને ત્યાં કેટલાક લોકોએ ભેગા મળી તેને માર મારી પેટીએમથી 1 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે મામલે હવે ફરિયાદ નોંધાતા પોલીસે શકમંદોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં બે બાળકોના પિતાને ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા કરવી ભારે પડી હોવાની ઘટના સામે આવી છે. મિત્રતા કરી એક ટોળકીએ મળવા બોલાવતા આ યુવક ગયો અને બાદમાં શખસોએ માર મારી લૂંટી લીધો હતો. બાદમાં ઓનલાઈન એક લાખ ટ્રાન્સફર કરાવી લીધા. જોકે પોલીસની ચપળતા થી ત્રણ લોકો ઝડપાયા અને ગે ચેટિંગ એપથી પૈસા પડાવવાનો ખેલ ખુલ્લો પડી ગયો. આમ આરોપીઓ પકડાતા હવે હનીટ્રેપ બાદ પૈસા પડાવવાની નવી ટ્રિક સામે આવી છે. ગે લોકોનો એપ્લિકેશનથી સંપર્ક કરી પૈસા પડાવાય છે.

આ પણ વાંચોઃ-સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી, પરિવારે આર્થિક સહારો ગુમાવ્યો

સોલા પોલીસે આરોપી શિવમ પટેલ, ચિંતન ધોળકિયા, મુકુંદ પ્રજાપતિની ધરપકડ કરી છે. આરોપીઓ તમામ લોકો એક યુવકના કોમન મિત્રો છે. કોઈ કામધંધો ન કરતા હોવાથી લોકોને ધમકાવવાનો અને પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપીઓ પહેલા ગે ચેટિંગ એપથી સમલૈંગિક યુવકોને રિકવેસ્ટ મોકલે છે. બાદમાં વાતચીત કરી મિત્રતા કેળવે છે અને બાદમાં મળવા બોલાવે છે અને પૈસા પડાવવાનો ખેલ શરૂ કરે છે. ગ્રેન્ડર ગે ચેટિંગ એપ્લિકેશન અને અન્ય એક એપથી ગે યુવકો સાથે મિત્રતા કરતા હતા.

આ પણ વાંચોઃ-સુરતમાં અનોખી ચોરીનો live video, આફ્રિકન ગ્રે પોપટની ચોરી કર્યા બાદ રાખવા માટે પાંજરૂ પણ ઉઠાવી ગયો

આરોપીઓમાંથી એક વ્યક્તિ જે તે સમલૈંગિક યુવકનો સંપર્ક કરી મળવા બોલાવે છે. બાદમાં તેના અન્ય મિત્રો એટલે કે આ ગુનાના અન્ય આરોપીઓ ત્યાં જ હાજર હોય છે. એકાંત વાળી જગ્યા પર જેવો વ્યક્તિ પહોંચે કે તુરંત જ તેઓને માર મારી પૈસા ની માંગણી કરે છે. બળજબરાઈ એવી રીતે કરે છે કે જો પૈસા ન આપે તો તેની પાસે ડિજિટલ પેમેન્ટ કરાવે છે. હાલ બે લોકો ભોગ બનનાર સામે આવ્યા છે. જેમાં એક પાસે એક લાખ અને અન્ય પાસે 50 હજારથી વધુની રકમ આરોપીઓએ પડાવી લીધી છે.

પોલીસને જાણવા મળતા પોલીસે ચપળતાપૂર્વક કામ કર્યું. માત્ર રૂપિયા કોના એકાઉન્ટમાં ગયા તે આધારે આરોપીઓને ઉઠાવી લીધા. આરોપીઓ એવું માનતા હતા કે સમલૈંગિક વ્યક્તિઓ બદનામીના ડરથી કોઈ ફરિયાદ ન કરે. પણ ઘાટલોડિયા ના યુવકે આ હિંમત કરી અને ફરિયાદ કરતા આરોપીઓની કરતૂત સામે આવી અને ઝડપાઇ ગયા. તમામ આરોપીઓ મોજશોખ માટે આ રીતે અનેક લોકો પાસે પૈસા પડાવી ચુક્યા છે. આશરે દસેકથી વધુ ભોગ બનનાર હોવાનું સામે આવ્યું છે. જે તમામ લોકોની ફરિયાદ આધારે આગામી કામગીરી પોલીસ હાથ ધરશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news, Honey trap

આગામી સમાચાર