Home /News /madhya-gujarat /

અમદાવાદઃ corona વચ્ચે સરકારની મંજૂરી માટે ગરબા આયોજકોનો આવો છે 'માસ્ટર પ્લાન'

અમદાવાદઃ corona વચ્ચે સરકારની મંજૂરી માટે ગરબા આયોજકોનો આવો છે 'માસ્ટર પ્લાન'

પ્રતિકાત્મક તસવીર

નવરાત્રિ પૂર્વે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સની આજે નિકોલ ખાતે આવેલા એક ફાર્મમાં મિટીંગ મળી હતી જેમાં સરકાર પરમીશન આપે તો સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ગરબાનું આયોજન કરવાની તૈયારી બતાવી છે.

અમદવાદાઃ અત્યારે કોરોના વાયરસની મહામારીના (coronavirus) કારણે સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે. ત્યારે યુવાન હૈયાઓનો પસંદગીનો તહેવાર અને માતાજીની આસ્થાના પ્રતિક એવી નવરાત્રિની (Navratri 2020) ઉજવણી માટે ખેલૈયાઓમાં હજી પણ મૂંઝવણ છે. જોકે, કોરોના વાયરસની ગાઈડલાનની (corona guideline) સંપૂર્ણ તકેદારી રાખીને ગરાબા આયોજકોએ (Garaba organizers) માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યા છે. જેથી સરકાર તેમને ગરબાના આયોજન કરવા માટે મંજૂરી (Approval) આપી દે. આજે વિવિધ ગરબા આયોજકો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર એજન્સીઓની નિકોલ રીંગરોડ પર આવેલા એક ફાર્મમાં મિટીંગ મળી હતી. સરકાર પરમીશન આપે તો ગાઇડલાઇન્સ પ્રમાણે ગરબાનું આયોજન કરવા તૈયારી બતાવી .

નવરાત્રિ પૂર્વે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સની આજે નિકોલ ખાતે આવેલા એક ફાર્મમાં મિટીંગ મળી હતી જેમાં ઘણા એવા ઓર્ગેનાઇઝરસ હાજર રહ્યા હતા. અને તેમણે સરકાર પરમીશન આપે તો સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ગરબાનું આયોજન કરવાની તૈયારી બતાવી છે. ગરબા આયોજકો અને ઇવેન્ટ મેનેજમેન્ટ એજનસીઓની મળેલી બેઠકમાંગરબાનું આયોજન કેવી રીતે કરવું એ અંગે ચર્ચા વિચારણા થઈ. જેમાં તેઓએ સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવા નીર્ધાર કર્યો છે.

ગરબા આયોજકો દ્વારા લેવામાં આવેલા નિર્ણય
- ગબરા આયોજકો દ્વારા ઈ-પાસ અને ડિજિટલ પાસનું આયોજનનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું છે.
- ટ્રેડિશનલ વગરના કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવા નિર્ણય લેવામાં આવ્યો છે.
- સૅનેટાઇઝ ટનલ બનાવવા તૈયારી, માસ્ક દુપટ્ટાથી મોઢાનો ભાગ ઢાંકેલો જરૂરી કરવામાં આવ્યું છે.
- આ સાથે સરકાર ગરબાની મંજૂરી આપે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ગ્રીસમાં ત્રિવેદીએ જણાવ્યું કે અમે સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરવા માટે તૈયાર છીએ. અમને ખ્યાલ છે કે કોરોનાની મહામારી વચ્ચે સરકાર પરમીશન નહીં આપે પરંતુ જો આપે તો અમે કડક ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે ઇવેન્ટનું આયોજન કરી શકીશું. નહિતર આ સિઝનમાં ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અનેક લોકોની સિઝન બગડશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ corona વચ્ચે સરકારની મંજૂરી માટે ગરબા આયોજકોનો આવો છે 'માસ્ટર પ્લાન'

આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

તો અન્ય એક આયોજક ભરત પંડ્યા જણાવે છે કે ખેલૈયાઓને પણ શરતોને આધીન ગરબા ની મંજૂરી મળે તેના માટે તૈયારીઓ શરૂ કરી છે. ખેલૈયા ઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે એટલે અમે નક્કી કરેલી શરતોને આધીન લિમિટેડ ખેલૈયાઓ સાથે ગરબાનું આયોજન કરવા તૈયાર છીએ.


હવે આગામી નવરાત્રિ ને લઈને ગરબા આયોજન વિશે સરકાર શું નિર્ણય લે છે. શું આદેશ જારી કરે છે તે જોવું હાલ મહત્વનું બની રહેશે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, Navratri 2020, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन