Home /News /madhya-gujarat /સુરતના માથાભારે સજ્જુ કોઠારીની મુંબઈથી ધરપકડ, ગુજસીટોક હેઠળ નોંધાયેલો છે ગુનો

સુરતના માથાભારે સજ્જુ કોઠારીની મુંબઈથી ધરપકડ, ગુજસીટોક હેઠળ નોંધાયેલો છે ગુનો

સજ્જુ કોઠારી. (ફાઇલ તસવીર)

ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો. 10મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો.

    અમદાવાદ: સુરતના માથાભારે કહેવાતા સજ્જુ કોઠારીની એટીએસે (Anti terrorist squad) ધરપકક કરી છે. કોઠારી ગેંગ સામે ફેબ્રુઆરી મહિનામાં ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organised Crime) હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી. એટીએસ (ATS)ની ટીમે મુંબઈની હોટલ ખાતેથી સજ્જુ કાઠોરીને ધરપકડ કરી છે. સજ્જુ હોટલમાં રોકાયો હતો. આરોપી સજ્જુ કોઠારી ગેમ્બલિંગ ક્લબ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સજ્જુ અને તેની ગેંગ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા અનેક ગુના નોંધાયેલા છે.

    ઉલ્લેખનીય છે કે સજ્જુને તેની સામે ગુનો નોંધાશે તેવો અંદાજ આવી ગયો હતો. જે બાદમાં તે ગુજરાત છોડીને ભાગી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે સજ્જુ કોઠારી ગેંગના સભ્યો સામે 15થી વધુ ગુના નોંધાયેલા છે. એવી પણ માહિતી સામે આવી છે કે સજ્જુ કોઠારીએ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ કર્યો હતો.

    આ પણ વાંચો: અમદાવાદમાં પતિ પત્ની ઔર વો: સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય તેવો અમાનુષી અત્યાચારનો કિસ્સો

    ઉલ્લેખનીય છે કે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ નાનપુરાનો માથાભારે સજજુ કોઠારી મુંબઈ ભાગી ગયો હતો. 10મી ફેબુઆરીના રોજ સજ્જુ સહિત આઠ લોકો સામે ગુનો દાખલ થયો હતો. સજ્જુ હાલ પોલીસની પકડમાં આવ્યો છે ત્યારે તેની ગેંગના યુનુસ કોઠારી, જાવીદ ગુલામ મલેક, મોહંમદ આરીફ શેખ, આરીફ શેખ અને મોહંમદ કાસીમ અલી પહેલાથી જ લાજપોર જેલમાં છે.

    આ પણ વાંચો: રાત્રે ટોઇલેટ માટે ઘર બહાર નીકળેલી સગીરા પર દુષ્કર્મ, મદદે દોડી આવેલા કાકાને આરોપીએ છરી મારી
    " isDesktop="true" id="1080177" >


    સજ્જુ સામે અગાઉ પાસા અને તડીપાર સહિતની કાર્યવાહી થઈ ચુકી છે. સજ્જુનો ભાઈ પણ વોન્ટેડ છે. સુરતમાં સજ્જુ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. 2018ના એક કેસમાં સજ્જુએ સુરતના બે પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat police, GUJCTOC, Polie, એટીએસ, ગુનો, ગેંગસ્ટર, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन