વીમા પોલિસી બંધ થઇ ગઈ છે તેમ કહીને શેરબજારમાં રોકાણના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ

News18 Gujarati
Updated: November 28, 2019, 10:27 PM IST
વીમા પોલિસી બંધ થઇ ગઈ છે તેમ કહીને શેરબજારમાં રોકાણના બહાને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ
આરોપીઓ પાસેથી પોલીસે 13 મોબાઇલ ફોન, 1 લેપટોપ અને 5 વાયરલેશ ફોન તેમજ 4 ક્રેડિટકાર્ડ અને 3 ડેબિટકાર્ડ જપ્ત કર્યાં

આરોપીઓ પાસેથી પોલીસે 13 મોબાઇલ ફોન, 1 લેપટોપ અને 5 વાયરલેશ ફોન તેમજ 4 ક્રેડિટકાર્ડ અને 3 ડેબિટકાર્ડ જપ્ત કર્યાં

  • Share this:
અમદાવાદ : વીમા પોલિસી બંધ થઇ ગયેલ છે કહીને શેરબજારમાં નાણા રોકવાથી વધુ વળતર આપવાના બહાને કોલ સેન્ટરમાંથી કોલ કરીને છેતરપિંડી કરતી ગેંગના પાંચ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે 13 મોબાઇલ ફોન, 1 લેપટોપ અને 5 વાયરલેશ ફોન તેમજ 4 ક્રેડિટકાર્ડ અને 3 ડેબિટકાર્ડ જપ્ત કર્યાં છે.

આરોપીઓ ડેટાના આધારે નાગરિકોને કોલ કરી વીમા પોલિસીની રકમ પુરા વળતર સાથે આપવાની લાલચ આપતા હતાં. બાદમાં આરોપીઓ ગ્રાહકોને જણાવતા હતા કે સહજ ફીનકોર્પનો ઇશ્યુ શેર માર્કેટમાં 6 થી 7 રૂપિયાથી બહાર પડવાનો છે અને ત્રણ મહીના પછી શેરનો ભાવ 60 થી 70 રૂપિયા થશે તેમ કહીને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને આરોપીઓ પ્રાઇવેટ બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવતા હતાં. આરોપીઓએ સાયબર ક્રાઇમના ફરિયાદી ગૌતમભાઇ ચુડગરને પણ આ મોડસ ઓપરેન્ડીથી લાલચ આપીને રૂપિયા 4 લાખ 25 હજાર પડાવી લીધા હતાં.

આ ગેંગમાં સંજુ ચૌહાણ કોલ સેન્ટરનો માલિક છે. જેણે જસ્ટ ડાયલ પરથી દીલ્હીના બીપીન નામની વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને તેની પાસેથી પેનડ્રાઇવ તેમજ ઇ-મેઇલ મારફતે ડેટા મેળવતો હતો. આ ડેટા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના નાગરિકોનો હોય છે. જેમાં ગુજરાતના લગભગ 5 હજાર વ્યક્તિઓનો ડેટા પોલિસને મળી આવ્યો છે.

આ કોલ સેન્ટરમાં કોલરોને દરરોજ 250થી 300 વ્યક્તિઓનો ડેટા આપવામાં આવતો હતો. કોલર પોતે ઇન્સ્યોરન્સ કંમ્પલેન્ટ ડીપાર્ટમેન્ટમાંથી વાત કરે છે તમારે કોઇ ઇન્સ્યોરન્સ પોલિસી છે કે કેમ અને પોલિસી અંગે કોઇ સમસ્યા છે કે નહીં. તેવી વાત કરી લોકો પાસેથી પોલિસીની વીગતો મેળવતા હતાં. લોકોને પોલિસી બંધ કરાવીને શેરબજારમાં વધુ વળતર મળે તેવી લાલચ આપીને પૈસા ભરવા માટે તૈયાર કરતા હતાં. ત્યારબાદ મુખ્ય આરોપી સંજુ ચૌહાણની સાથે જે તે વ્યક્તિને વાત કરાવતા હતાં.
First published: November 28, 2019, 10:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading