હવસખોરી : અમદાવાદમાં રિક્ષાની રાહ જોવી સગીરાને ભારે પડી, પાલક પિતા સહિત 5 લોકોએ ગુજાર્યો ગેંગરેપ

હવસખોરી : અમદાવાદમાં રિક્ષાની રાહ જોવી સગીરાને ભારે પડી, પાલક પિતા સહિત 5 લોકોએ ગુજાર્યો ગેંગરેપ
અમદાવાદમાં ગેંગરેપની ઘટના

સગીરાે પોલીસને જણાવી આપવીતી. પ્રથમ સાવકા પિતાએ પછી રીક્ષા ચાલકે અને ત્યારબાદ બે સગા ભાઈઓએ ના કરવાનું કામ કર્યું.

  • Share this:
અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે તેના પાલક પિતા સહીત પાંચ લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ભોગ બનનારે તેના પાલક પિતા સહીત પાંચ અલગ અલગ લોકોએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે પાલક પિતા, ત્રણ સગા ભાઇ સહિત પાંચેય નરાધમોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિશોરીની માતાએ બીજા લગ્ન કર્યા હતા. જ્યાં રહેવા ગયેલી કિશોરી પર સાવકા બાપે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ રીક્ષામાં કિશોરી ચાંગોદર જવા નિકળી ત્યારે રીક્ષા ચાલકે તકનો લાભ લઇ લગ્ન કરવાનું કહી મિત્રના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. પછી જે મિત્રના ઘરે રીક્ષા ચાલક લઇ ગયો હતો તેણે પણ ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ કિશોરીને જ્યાં રાખી હતી ત્યાં બે સગા ભાઇઓએ પણ બળાત્કાર ગુજાર્યો હતો.

ઘટનાની વાત કરીએ તો ઈસનપુર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાના માતા-પિતાને મનમેળ ન થતા બે વર્ષ પહેલા છુટાછેડા લીધા હતા. માતાએ ચાંગોદરમાં રહેતા યુવક સાથે લગ્ન કરી ત્યાં રહેવા ચાલી ગઈ હતી. જ્યારે પિતા અને તેના ભાઈઓ ઈસનપુરમાં જ રહેતા હતા. જો કે સગીરા અને તેના ભાઈઓ અવાર નવાર તેની માતાને મળવા માટે ચાંગોદર જતા હતા. દરમિયાન સગીરાની માતા ગર્ભવતી બનતા સગીરા તેની માતાને મદદ કરાવવા માટે ચાંગોદર ગઈ હતી ત્યારે તેના પાલક પિતાએ તેની સાથે બળજબરી કરી દુષકર્મ કર્યુ હતું. ત્યારબાદ સગીરાને તેની માતાએ પરત પિતાના ઘરે ઇસનપુર મોકલી આપી હતી. જો કે,સગીરાને તેની માતા સાથે રહેવુ હોવાના કારણે તે એકલી ઘરેથી નીકળી ગઈ હતી.આ પણ વાંચોઅમદાવાદ: સાબરમતી પ્રેમી આપઘાત, 'યુવતીના પરિવારે લગ્નની ના પાડી એટલે કર્યો આપઘાત'

સગીરા નારોલ પાસે રીક્ષાની રાહ જોઈને ઉભી હતી ત્યારે રવી નામનો રીક્ષા ચાલક ત્યાં આવ્યો હતો. રવીએ સગીરા સાથે વાતો કરી તેની તમામ બાબતોની જાણકારી મેળવી લીધી હતી. પછી સગીરાને લગ્ન કરવાનું તથા રહેવા માટેની સુવિધા કરાવી આપવાનું કહીને તેના મિત્ર હસમુખના ત્યાં લઈ ગયો હતો. જ્યાં રવિએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ હસમુખને પણ આ અંગેની જાણ થઈ જતા તેણે સગીરાની મજબુરીનો લાભ ઉઠાવીને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ રવિ અને હસમુખે ભેગા થઈને સગીરાને હસમુખની માતાના ઘરે લઈ ગયા હતા અને આ સગીરાનું કોઈ નથી થોડા દિવસ રાખીશુ તેમ કહીને હસમુખની માતાની મજુરી લઈને સગીરાને ત્યાં રાખી હતી. ત્યાં હસમુખના બે ભાઈઓ દશરથ અને સિધાર્થેએ સગીરાને લગ્નની લાલચ આપી તથા રવિ સાથે થયેલા બનાવની જાણ બધાને કરી બદનામ કરી દઈશુ તેમ કહીને સગીરા સાથે બંન્ને ભાઈઓએ બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : 'મારી નહી તો...', બ્રેક અપ થતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી, પહોંચ્યો પોલીસ પાસે

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે રવિએ સગીરા સાથે દુષકર્મ કર્યું હોવાની જાણ હવસખોર હસમુખને થઈ ગઈ હતી. હસમુખની પત્ની ઘરે હાજર હોવાથી તે સમયે તેણે સગીરાને ઘરમાં કંઈ જોઈએ તો માંગી લેજો તેમ કીધુ હતુ. જો કે તેની પત્ની બહાર ગઈ ત્યારબાદ સગીરાને તારા અને રવિ વચ્ચે જે કંઈ થયુ તે મને ખબર છે તું મને ખુશ નહી કરે તો તને બદનામ કરી નાખીશ તેમ કહીને મજબુરીનો ફાયદો મેળવીને હસમુખે પણ સગીરા પર બળાત્કર ગુજાર્યો હતો.

બીજીતરફ એવું પણ સામે આવ્યું છે કે લગ્ન માટે ડોક્યુમેન્ટ લેવા સગીરા નિકળી ત્યારે આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. લગ્ન કરવા માટે તારા ડોક્યુમેન્ટ જોઈએ છે તેમ કહીને સગીરાને ડોક્યુમેન્ટ લઈ આવ તેમ આરોપીએ કહ્યુ હોવાથી સગીરા ઈસનપુર તેના પિતાના ઘરે ડોક્યુમેન્ટ લેવા માટે આવી હતી. જ્યાં તેના પિતા અને ભાઈઓએ સગીરાને આટલા દિવસથી ક્યાં હતી તે બાબતે પુછ્યુ તો સગીરાએ કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી સગીરાને તેના ભાઈઓ તેની માતાના ઘરે લઈ ગયા હતા. ત્યારે સગીરાએ તેની માતાને તેના પાલક પિતા સહીત પાંચ લોકો તેની સાથે દુષકર્મ કર્યુ હોવાની જાણ કરી હતી. જેથી માતા સગીરા સાથે ઈસનપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યા તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે પાલક પિતા સહીત રવિ, દશરથ, હસમુખ, સેંધીયો નામના આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને પાંચેયની ધરપકડ કરી છે.
Published by:kiran mehta
First published:April 03, 2021, 19:28 pm