અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા ઘણા સમયથી ફરાર એક આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપી ધાડ અને હત્યાની કોશિશ જેવા ગુનાઓમાં ફરાર હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચે માહિતી ના આધારે આરોપી ની ધરપકડ કરી લીધી છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, અરુણ ચૌહાણ રામોલ પોલીસ સ્ટેશનના એક ધાડ અને હત્યાની કોશીશ અને અમરાઈવાડીમાં એક રાયોટિંગના ગુનામાં ફરાર હતો અને આધારભૂત માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો છે.
અરુણની ફાઈનાન્સ બાબતે ગેંગ વૉર ચાલી રહી હતી અને જેને લઈ તેને આ ગેંગ વૉરના કારણે અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીની મોડસ ઓપરેન્ડી પણ એવી છે કે, વેપારીઓના ધંધાની જગ્યા અથવા તેમના ઘરે જઈ રૂપિયા મેળવવા માટે પોતાના સાગરીતો મારફતે લૂંટ, ધાડ, હત્યા, હત્યાની કોશિશ કરી માર મારવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
આરોપી સામે આગાઉ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, મારામારી, લૂંટ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે અને જેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. સાથો સાથ રામોલ વિસ્તારમાં હત્યા સહિત અન્ય ગુનાઓમાં પણ પકડાઈ ચુક્યો છે.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આરોપીએ ફરાર હતો ત્યારે અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ, હાલ તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.