વરરાજાને માથાભારે શખ્શોને કારણે ઘોડો છોડી બેસવું પડ્યું કારમાં

News18 Gujarati
Updated: May 14, 2019, 9:27 AM IST
વરરાજાને માથાભારે શખ્શોને કારણે ઘોડો છોડી બેસવું પડ્યું કારમાં
પ્રતિકાત્મક તસવીર

આ માથાભારે શખ્સોએ રીવોલ્વર તાકતા વરરાજા ઘોડા પરથી ઉતરીને કારમાં બેસી ગયા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમદાવાદ જિલ્લાના ભંકોડા ગામમાં શનિવારે સવારે ઠાકોર યુવકનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં કેટલાંક માથાભારે વ્યક્તિઓએ આવીને પોતાના વિસ્તારમાંથી વપઘોડો ન કાઢવા ઝઘડો કર્યો હતો. આ માથાભારે શખ્સોએ રીવોલ્વર તાકતા વરરાજા ઘોડા પરથી ઉતરીને કારમાં બેસી ગયા હતા.

આ પણ વાંચો: મોડાસામાં પોલીસ બંદોબસ્ત સાથે અનુસૂચિત જાતિનાં યુવકનો આજે ફરી નીકળ્યો વરઘોડો

આ મામલે મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારે ભંકોડામાં રણધીર ઠાકોર નામના યુવકનાં લગ્નમાં વરઘોડો નીકાળ્યો હતો. જ્યારે રસ્તામાં આવતા ભદ્રકાળી મંદિર પાસે કેટલાંક માથાભારે શખ્સોએ ધમકી આપતા કહ્યું હતું કે આ રસ્તા પરથી વરઘોડો નહીં નીકળે. તમે વરઘોડાને પાછો લઇ જાવ. જેથી બંન્ને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઇ ગઇ હતી. આવેલા માથાભેર શખ્શોએ રિવોલ્વર અને ધારિયા લઇને બિભત્સ શબ્દોનો પ્રયોગ કરતા વાત વધારે ન બગડે તે માટે જાનને બીજા રસ્તા પરથી લઇ જવામાં આવી હતી. જે માટે વરરાજાને ઘોડા પરથી ઉતારીને કારમાં બેસાડી દીધા હતાં.

આ પણ વાંચો: રાજ્યમાં 'આભડછેટ'નું દૂષણ : આ રહી આંખો ખોલતી ત્રણ ઘટનાઓ !

આ ઘટનાની દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ઠાકોર પરિવારે પોલીસ પર આક્ષેપ કર્યો છે કે તેમણે આ અંગે કોઇ કાર્યવાહી કરી નથી.
First published: May 14, 2019
વધુ વાંચો
अगली ख़बर