'100 રૂપિયાની નોટમાં દાગીના મૂકો, માનતા છે,' અમદાવાદમાં ગેંગ ફરીથી થઇ સક્રિય વૃદ્ધાના લૂંટી લીધા ઘરેણા

'100 રૂપિયાની નોટમાં દાગીના મૂકો, માનતા છે,' અમદાવાદમાં ગેંગ ફરીથી થઇ સક્રિય વૃદ્ધાના લૂંટી લીધા ઘરેણા
પ્રતિકાત્મક તસવીર

આ ટોળકી માનતાની વાતો કરી ખાસ વૃદ્ધાઓને જ ભરમાવે છે અને બાદમાં દાગીના લઈને ફરાર થઈ જાય છે.

  • Share this:
અમદાવાદ: "અમે દુકાન ખરીદી હોવાથી 1100 રૂપિયા અને અગરબત્તી ચઢાવી દો... તમારા દાગીના આ 100 ની નોટમાં મુકો અને અડધો કલાક બાદ પહેરી લેજો" જો આવું કોઈ કહે તો ચેતી જજો અને તાત્કાલિક પોલીસને જાણ કરજો, કારણકે આવી ટોળકી અમદાવાદમાં સક્રિય થઈ છે. આ ટોળકી આવી વાતો કરી ખાસ વૃદ્ધાઓને જ ભરમાવે છે અને બાદમાં દાગીના લઈને ફરાર થઈ જાય છે. શહેરના ખોખરા પોલીસસ્ટેશનમાં પણ એક વૃદ્ધાએ આવી ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાના કહેવા મુજબ બને શખશો હિન્દીભાષી હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રાહકના સ્વાંગમાં આવીને અગાઉ બે ગઠિયાઓએ નરોડા, રાણીપ સહિતના  વિસ્તારોમાં આ જ મોડ્સ ઓપરેન્ડીથી દાગીના સેરવી લીધા હતા.

ખોખરામાં રહેતા 80 વર્ષીય કુંવરબહેન કરવણીયા તેમના ઘર પાસે આવેલા મંદિરે પૂજા અર્ચના કરવા ગયા હતા. તેઓ દર્શન કરતા હતા ત્યારે બે અજાણ્યા લોકો આવ્યા હતા. જેમાના એક શખશે કુંવરબહેનને રૂપિયા આપ્યા અને  ભગવાનને ચઢાવવા કહ્યું હતું. બાદમાં આ ગઠિયાઓએ માનતા છે તેમ કહી 100ની નોટમાં દાગીના મુકવાનું કહ્યું હતું.  કુંવરબહેને 100ની નોટમાં 30 હજારની મતાના દાગીના મુક્યા બાદ તે પડીકું તેમને આપ્યું અને એક સફેદ કોથળીમાં તે મંદિરના ઓટલે મૂક્યું હતું.બાદમાં ગઠિયાઓએ કહ્યું કે, અડધો કલાક બાદ દાગીના કાઢીને પહેરી લેજો. હજુ તો કઈ સમજે તે પહેલા જ આ બને ત્યાંથી નીકળી ગયા અને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતા કુંવર બહેને તપાસ કરી તો પડીકું ગાયબ હતું. બુમાબુમ કરી પણ બને ફરાર થઈ ગયા હતા. આખરે ખોખરા પોલીસને જાણ કરતા આ બને લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આ જ બહાનું બતાવી એક સોની વેપારીના દાગીના પણ લૂંટી બે ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે નરોડા પોલીસ તપાસ કરી રહી છે. બાદમાં રાણીપમાં પણ આવા કિસ્સા બન્યા હતાં. એકતરફ સિનિયર સીટીઝન માટે પોલીસ કોઈપણ ભોગે કામ કરવા તૈયાર હોવાનું પોલીસ કમિશનર દાવો કરે છે પણ હજુય આવી ઘટનાઓ તો બની જ રહી છે.

આ પણ વાંચો - સરકારની મોટી જાહેરાત : 5 મહિનામાં 20,000થી વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળશે

આ પણ જુઓ - 

સાથે સાથે ખૂંખાર આરોપીઓને પકડતી ક્રાઇમ બ્રાન્ચ પણ અન્ય વિવાદોમાં સપડાવવાના ચક્કરમાં આવા ગુનાના ભેદ ઉકેલેવામાં રસ ન દાખવતી હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચો - ગુજરાતનાં આ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનું આજે રાષ્ટ્રપતિના હાથે થશે બહુમાન
Published by:Kaushal Pancholi
First published:September 05, 2020, 10:22 am

ટૉપ ન્યૂઝ