ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટેનું આ કામ હવેથી ફ્રીમાં થશે

News18 Gujarati
Updated: June 15, 2018, 8:01 PM IST
ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટેનું આ કામ હવેથી ફ્રીમાં થશે
જો તમે સારું લખાણ કરી શકતા હોવ તો તમે ઓનલાઇન બ્લોગર્સ પણ બની શકો છો. આ માટે તમે Google adsense, chitika કે પછી buysellads જેવા જાહેરાત નેટવર્ક દ્વારા પૈસા કમાઇ શકો છો.

  • Share this:
ગાંધીનગરઃ નાગરિકોને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા અને એની પ્રક્રિયામાંથી પસાર થવા વારંવાર ધક્કા ખાવા પડે છે. હવે રાજ્યમાં વાહન-વ્યવહારની પ્રક્રિયા સરળ બને અને નાગરિકોને ઝડપથી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે વાહન-વ્યવહાર વિભાગે મોટો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

મળતી વધુ વિગત મુજબ, રાજ્યભરમાં ડ્રાઇવિંગ લાઇસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયા વિનામૂલ્યે આપવામાં આવશે, એવો નિર્ણય વાહન-વ્યવહાર વિભાગે કર્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સના ઇ-પેમેન્ટની પ્રક્રિયાની શરૂઆતમાં પાટણ RTOથી કરવામાં આવી હતી. પાટણમાં એને મળેલી વ્યાપક સફળતા બાદ હવે આ સુવિધા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 32 જિલ્લામાં શરૂ કરી દેવામાં આવી છે.

એપોઇન્ટમેન્ટ-પરીક્ષા, ડોક્યુમેન્ટ અપલોડિંગ, ટેસ્ટ સ્ટ્રેક, સ્માર્ટકાર્ડ સહિતની લાઇસન્સસંબંધી બધી જ કામગીરી પૂરેપૂરી ઓનલાઇન થઈ ગઈ હોવાનું જણાવાયું છે. લાઇસન્સસંબંધી લગભગ બધી જ કામગીરી ઓનલાઇન થઈ ગઈ હોવાથી હવે નાગરિકોને કચેરીના ધક્કા નહિ ખાવા પડે.
First published: June 15, 2018, 8:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading