ગાંધીનગરમાં ચકચાર મચાવનાર સિરિયલ કિલર વ્યંઢળ હોવાની આશંકા, જાહેર કર્યો સ્કેચ

News18 Gujarati
Updated: February 9, 2019, 4:17 PM IST
ગાંધીનગરમાં ચકચાર મચાવનાર સિરિયલ કિલર વ્યંઢળ હોવાની આશંકા, જાહેર કર્યો સ્કેચ
પોલીસે સ્કેચ જાહેર કર્યો છે.

શુક્રવારે સાંજે અડાલજની પાસે આવેલા ટી-સ્ટોલમાં સિરીયલ કિલર દેખાતા પોલીસ એકશનમાં આવી ગઇ છે

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: જિલ્લામાં ચકચાર મચાવનાર સિરીયલ કિલરનો પોલીસે એક સ્કેચ બનાવી દીધો છે. શુક્રવારે સાંજે અડાલજની પાસે આવેલા ટી-સ્ટોલમાં સિરીયલ કિલર દેખાતા પોલીસ એકશનમાં આવી ગઇ છે. જો કે આ ઘટનાની જાણ થતા ગાંધીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સિરિયલ કિલર ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે હાલ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં તે સિરિયલ કિલર હોવાની શંકા જાહેર કરી છે. પોલીસે હાલ CCTV ફૂટેજનાં આધારે સિરિયલ કિલરની ઓળખ માટે સ્ક્રેચ જાહેર કર્યો છે. પોલીસે સ્કેચ જાહેર કરતા પોલીસ વિચારમાં મૂકાઇ છે કારણ કે ગાંધીનગર પોલીસ જેને હત્યારો માની રહી છે તે એક રાની નામનો વ્યંડળ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણો આખો કિસ્સો : ગાંધીનગરમાં સીરિયલ કિલરનો આતંક, એક જ મોડસ ઓપરેન્ડીથી ત્રણ હત્યા

ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરીયર કિલર ઓક્ટોબર મહિનામાં એક પછી એક એમ ત્રણ હત્યાઓ કરી હતી. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ એક સીટની રચના કરી તપાસ આદરી હતી. પરંતુ કોઇ પગેરું મળ્યું નહોતું. પોલીસે ગાંધીનગરની હદમાં આવતા તમામ CCTV ફૂટેજ મેળવીને તપાસ કરી હતીકો પણ આમાં કોઇ જ કડી મળી નહોતી. પોલીસને હત્યા સ્થળેથી લોંગ કોટ અને ટોપી પહેરેલી એક વ્યક્તિની ઓળખ મળી હતી, જેના ફૂટેજ ઉપરથી એક સ્કેચ જાહેર કર્યો છે.

પોલીસ સ્કેચના આધારે તપાસ કરી તો ગાંધીનગર હાઈવેની આસપાસના ટોલટેકસ ઉપર પૈસા માંગી રહેલા વ્યંડળોને આ સ્કેચ દેખાડ્યો ત્યારે વ્યંડળોએ તેને ઓળખી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે આ તો રાની નામનો વ્યંઢળ છે. તે પહેલા તેમનો સાથીદાર હતો. વ્યંડળોની વાત સાંભળીને પોલીસ ડઘાઇ ગઇ હતી, અને તેની ધરપકડ કરવા માટે વ્યંડળોની વધુ પુછપરછ હાથ ધરી છે.
First published: February 9, 2019, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading