ગાંધીનગરનાં સિરિયલ કિલરે ત્રણેય હત્યામાં માથા પર મારી હતી ગોળી, જણાવ્યું કારણ

News18 Gujarati
Updated: September 15, 2019, 2:52 PM IST
ગાંધીનગરનાં સિરિયલ કિલરે ત્રણેય હત્યામાં માથા પર મારી હતી ગોળી, જણાવ્યું કારણ
વોન્ટેડ સિરિયલ કિલર સરખેજમાંથી ઝડપાયો હતો.

ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં ત્રણ હત્યાઓને અંજામ આપનારો સિરિયલ કિલર (serial killer) અમદાવાદમાંથી (Ahmadabad) ઝડપી પાડવામાં આવ્યો છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : ગાંધીનગરમાં 4 મહિનામાં 3 હત્યાને અંજામ આપી પોલીસને દોડતા કરનાર આરોપી પોલીસ ગિરફત માં આવી ગયો છે. પોલીસને તેની પાસેથી 1 પિસ્તોલ અને 31 કાર્ટુસ કબ્જે કર્યા છે. એટીએસની ટીમે સરખેજ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. જ્યાં તે પોતાની પત્ની અને 14 વર્ષનાં પુત્ર સાથે રેહતો હતો. પોલીસનું કેહવું છે કે 3 હત્યાને અંજામ આપ્યા બાદ પણ તે ગુના કરવાની ફિરાકમાં હતો પણ વિસત પેટ્રોલ પંપ પર પોતાનો ફોટો જોઈને તે વિસતથી પોતાનું મકાન બદલી સરખેજ રહેવા જતો રહ્યો હતો. ત્યાં પોતાની દાઢી અને મૂછો વધારી હુલિયો પણ બદલી નાખ્યો હતો.

મૂળ રાજસ્થાનનો રહેવાસી

મળતી માહિતી પ્રમાણે આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને તેના પિતાએ બીજા લગ્ન કરતા તેને 1995માં રાજસ્થાન છોડી અમદાવાદમાં આવી ગયો હતો. છૂટક મજૂરી, ચોળાફળી સાથે અન્ય ધંધો કરતો હતો. વર્ષ 1999થી તેને ગુનાઓની શરૂઆત કરી. જેમાં લૂંટ,ચોરી જેવી ઘટનાઓ હતી. જેના કારણે નરોડાનાં એક ગુનામાં તે 1.5 વર્ષ જેલ પણ ભોગવી ચુક્યો છે.

ગન ચોરીને યુટ્યુબ પરથી ચલાવતા શીખ્યો

એટીએસ, ડીવાયએસપી, બી.પી રોઝિયાએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, મોનિસ નામના હત્યારાએ પહેલા બે ગુનામાં ચોરીનું એક્સેસ વાહન જ્યારે છેલ્લા એક ગુનામાં એક્ટિવાની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યામાં વપરાયેલું સાધન (ગન) તેણે સાબરમતી ડી કેબિન પાસેથી ઇન્ડિયન ઓર્ડિયન્સ ફેક્ટરીનાં એક માણસને ત્યાંથી ચોર્યું હતું. તેણે આ સાધન 2016માં ચોર્યું હતું તેનો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તે યુટ્યુબ પરથી આ સાધનને ચલાવતા શીખ્યો હતો. જે બાદ તેણે આ સાધનથી ડરાવીને ગાંધીનગર અમદાવાદની કેનાલ પર અસંખ્ય લોકોને લૂંટ્યા છે. આમાંથી જે લોકો તેને કંઇ ન આપે તેને તે મારી નાંખતો હતો. આ ત્રણ લોકોએ રૂપિયા ન આપતા તેમની હત્યા કરવાનું આ કબૂલે છે.

આ પણ વાંચો : ગાંધીનગર : સિરિયલ કિલરે કર્યો ઘટસ્ફોટ, આ કારણે કરી હતી 3 હત્યાપોતાનો સ્કેચ જોઇને ગભરાયો હતો

વધુમાં બી.પી રોઝિયા કહે છે કે આ બાદ તેને પોલીસે જાહેર કરેલો પોતાનો સ્કેચ કોઇ પેટ્રોલ પંપ પર જોયો ત્યારે તે ગભરાઇ ગયો હતો. તેથી તેણે પોતાનો લૂક અને ઘર બંન્ને બદલી લીધા હતા. તે પહેલા વિસત રહેતો હતો બાદમાં સરખેજ રહેવા આવ્યો હતો. પોતાની ઓળખ છતી ન થાય એટલે તેણે થોડા સમય માટે લૂંટ બંધ કરી દીધી હતી અને એક્ટિવા પણ બિનવારસી મુકી દીધું હતું.

ક્રાઇમ પેટ્રોલ જોઇને ઘણુ શીખ્યો હતો

ક્રાઇમ પેટ્રોલ જોઇને મોનિસ ઘણું શીખ્યો હતો. આ જણાવતા બી.પી રોઝિયાએ કહ્યું કે માનસિક વિકૃત્તિ તેની એવી હતી કે જે કોઇપણ પૈસા ન આપે તેને મારી નાંખવાનો. આ બધા માટે તે ક્રાઇમ પેટ્રોલ જોતો હતો. તેમાંથી તે શીખ્યો હતો કે હત્યા પોલીસને કારતૂસનાં કાલી ખોખા મળે તો તેના પરથી પણ તપાસ કરે છે. તેથી વપરાયા બાદ ખાલી પડેલા કારતૂસ પણ ઘટનાસ્થળેથી લઇ લેતો હતો. આ ઉપરાંત તે શીખ્યો હતો કે માથામાં ગોળી મારવાથી માણસ મરી જાય છે. એટલે તેણે ત્રણેય હત્યામાં માથા પર જ ગોળી મારી છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં સિરિયલ કિલરની ગોળીએ મરનારા ત્રણ વ્યક્તિ કોણ હતા?

આ પહેલા પણ ચોરીનાં ગુના પકડાઇ ચુક્યો છે

પોલીસે જણાવ્યું કે, આરોપી મોનિશ તેના પરિવાર સાથે સરખેજમાં રહેતો હતો. તે પોતાના ગુનાહિત કારનામા અંગે પત્નીને નહોતો જણાવતો. આરોપી ઝડપાયો તે પહેલા છૂટક મજૂરી કરતો હતો. આરોપી આ પહેલા પણ સાઇકલ અને અન્ય ચોરીનાં ગુનામાં પણ ઝડપાયો હતો. 
First published: September 15, 2019, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading