ગાંધીનગરનો સિરિયલ કિલર તો ઝડપાઈ ગયો, પણ પોલિસ હજુ શોધી જ રહી છે!

News18 Gujarati
Updated: October 9, 2019, 7:55 AM IST
ગાંધીનગરનો સિરિયલ કિલર તો ઝડપાઈ ગયો, પણ પોલિસ હજુ શોધી જ રહી છે!
સિરીયલ કિલર મદન નાયક

આરોપીની ધરપકડ થઈ ન હતી થઈ ત્યારે આરોપીને ઝડપી પાડવા પોલીસે મોટુ ઈનામ જાહેર કર્યું હતું અને માહિતી આપનારને 2 લાખનું ઈનામ આપવામાં આવશે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા

  • Share this:


નવીન ઝા, અમદાવાદ: ગાંધીનગરમાં એક બાદ એક કુલ 3 હત્યાની ઘટના બની હતી. આ સિરિયલ કિલરને પડકવા રાજય ભરની પોલીસ લાગી હતી પરંતુ આખરે atsને સફળતા મળી ગઈ હતી. નોંધનીય છે કે જયારે આરોપીની ધરપકડ થઈ ન હતી થઈ ત્યારે આરોપીને ઝડપી પાડવા પોલીસે મોટુ ઈનામ જાહેર કર્યું હતું અને માહિતી આપનારને 2 લાખનું ઈનામ આપવામાં આવશે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે આરોપીની ધરપકડને પણ મહિનો થવા આવ્યો પરંતુ હાલ પણ તેના પોસ્ટર તમામ જગ્યાએ જોવા મળી રહયા છે.

ગુજરાતના અનેક પોલીસ સ્ટેશનમાં અને રેલવે સ્ટેશન ઉપર પણ આ પોસ્ટરો દેખાઈ રહયા છે. ત્યારે પોલીસ સ્ટેશન આવતા લોકો પણ એ પોસ્ટર વાંચતા નજરે પડે છે. આ પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે આમ તો આરોપી ગિરફતમાં આવી ગયો છે પરંતુ પોલીસ સ્ટેશન માટે હાલ પણ વોન્ટેડ છે.

શુ હતી સમગ્ર ઘટના?
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં થોડાક મહિના પહેલા એક બાદ એક ત્રણ હત્યાની ઘટના સામે આવી હતી અને જેમાં આરોપી ઉપર ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. હત્યા પાછળનુ કોઈ ઉદેશ્ય સામે આવ્યો ન હતો પરંતુ એટીએસએ આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તપાસમાં લુંટ હત્યા પાછળ જવાબદાર હોવાનુ સામે આવ્યુ હતુ.

નોંધનીય છે કે સીઆઈડી ક્રાઈમ ની તપાસ બાદ આરોપી જે લુંટની વસ્તુઓ વેંચતો હતો તે વેપારની પણ હત્યા કરી નાખી હતી જેથી તેની ઉપર ચાર હત્યાનો કેસ ચાલી રહ્યો છે. આરોપી અગાઉ પણ જેલમાં જઈ આવ્યો છે અને સીઆઈડી ક્રાઈમ જોઈ હત્યા કરવાનુ શીખ્યો હતો અને એક ટીટીઈના ઘરેથી હથિયારોની ચોરી કરી હતી. આરોપી કેનાલ પાસે ફાયરિંગ કરવાની પ્રેકટિસ પણ કરતો હતો.

First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading