ગાંધીનગરનાં સિરિયલ કિલર સામે વધુ એક ચકચારી હત્યાનો નોંધાયો ગુનો

News18 Gujarati
Updated: November 14, 2019, 1:51 PM IST
ગાંધીનગરનાં સિરિયલ કિલર સામે વધુ એક ચકચારી હત્યાનો નોંધાયો ગુનો
સિરીયલ કિલર મદન નાયક

વિશાલ પટેલ 27-6-19નાં રોજ પોતાની બહેનનાં ઘરેથી તેમની ઈકો ગાડી લઈ નિકળ્યો હતો અને ત્યાર બાદથી તે ગુમ હતો

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : ગાંધીનગરમાં (Gandhinagar) ત્રણ હત્યાનાં બનાવને અંજામ આપનાર સિરીયલ કિલર (Serial killer) મદન નાયકની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. મદનની તપાસમાં તેને કબૂલાત કરી છે કે, તેને ગાંધીનગરનાં ત્રણ હત્યા સિવાય અન્ય એક હત્યા પણ કરી હતી. આરોપીએ વિશાલ પટેલ નામનાં એક વેપારીની હત્યાની કબૂલાત પણ સીઆઈડી ક્રાઈમ સામે કરી છે. વિશાલ 27-6-19થી ગૂમ હતો અને તેમના પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ આપી હતી. વિશાલ પટેલ 27-6-19નાં રોજ પોતાની બહેનનાં ઘરેથી તેમની ઈકો ગાડી લઈ નિકળ્યો હતો અને ત્યાર બાદથી તે ગુમ હતો. આરોપી સિરિયલ કિલરની તપાસમાં તેને કબુલાત કરી છે કે, તેણે વિશાલનાં માથાનાં ભાગે ગોળી મારી હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી પ્રમાણે, વિશાલ વિરાટનગરમાં સોના-ચાંદની દુકાન ધરાવતો હતો અને આરોપી લૂંટનો સમાન ત્યાં વેંચતો હતો. સીઆઈડી ક્રાઈમે જ્યારે વિશાલની તપાસ હાથ ધરી તો જાણવા મળ્યુ કે, તે તો ગૂમ છે જેથી સીઆઈડી ક્રાઈમે મદનની વધુ પુછપરછ કરી તો જાણવા મળ્યુ કે આરોપી મદન વિશે માત્ર વિશાલ જાણતો હતો. વિશાલ એક વર્ષથી કંઈ કરતો ન હતો. આરોપી મદનને શંકા હતી કે, વિશાલ પોલીસને માહિતી આપી દેશે. જેથી તેને કઠવાડા જીઆઈડીસીમાં લોકલ ફોનથી ફોન કરી વિશાલને બોલાવ્યો હતો. ત્યાં તેના માથે ગોળી મારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ વિશાલની લાશને દાસ્તાન ફાર્મ પાસે અવાવરુ જગ્યાએ ગટરમાં નાખી દીધી હતી. વિશાલની ગાડી દહેગામ પાસે કેનાલ પાસે સળગાવી દીધી હતી.

આ પણ વાંચો : વડોદરા : ટ્યુશન ક્લાસ સંચાલકે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો

હાલ સીઆઈડી ક્રાઈમે, આ મામલે કૃષ્ણનગર પોલીસની મદદ લઈ વધુ તપાસ શરુ કરી હતી. વિશાલ પટેલનાં મળી આવેલ હાડકાને FSL ખાતે મોકલી દેવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં વિશાલ સાથે મેળ ખાતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે સ્થાનિક પોલીસ પણ આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી કરશે.
First published: November 14, 2019, 1:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading