ગાંધીનગરનાં સિરીયલ કિલરનાં CCTV ફૂટેજ આવ્યાં સામે, તેજ થઇ તપાસ

News18 Gujarati
Updated: February 12, 2019, 3:48 PM IST
ગાંધીનગરનાં સિરીયલ કિલરનાં CCTV ફૂટેજ આવ્યાં સામે, તેજ થઇ તપાસ
ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરનાર સીરિયલ કિલર હજૂ પોલીસની પકડથી દૂર છે.

પોલીસે મેળવેલા સીસીટીવીમાં એક શકમંદ વ્યક્તિ દેખાયો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી:  ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરનાર સિરીયલ કિલર હજૂ પોલીસની પકડથી દૂર છે. પોલીસે મેળવેલા સીસીટીવીમાં એક શકમંદ વ્યક્તિ દેખાયો છે. બે દિવસ પહેલા તે જ વ્યક્તિનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વહેલી સવારથી જ પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે.

આ હત્યારાને પકડવા માટે જિલ્લા પોલીસવડાએ એસઆઈટી બનાવી છે. તપાસ ટીમની રચનાના 15 દિવસ બાદ પણ પોલીસ હજી સુધી હત્યારા સુધી પહોંચી શકી નથી. સિરીયલ કિલર સુધી હજી સુધી ન પોહચતા હવે ગાંધીનગર પોલીસે ચોથી હત્યા ન થાય તે માટે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું છે.

આરોપીને પકડવા હવે સમગ્ર જિલ્લાની મળી 60 ટીમો બનાવી છે. આ ટીમો ગાંધીનગર અને અમદાવાદમાં સીરિયલ કિલરની તપાસ કરી રહી છે. પોલીસને જે સિરીયલ કિલરના સીસીટીવી મળ્યા છે તેમાં રાની નામનો વ્યંઢળ નજરે પડે છે. પોલીસને આશંકા છે કે રાની જ હત્યાની ઘટનાઓને અંજામ આપતો હોઈ શકે છે.

ગાંધીનગરમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યાના બનાવને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે. ત્રણેય હત્યા એક જ પ્રકારે કરવામાં આવી છે. ત્રણેયના માથાના પાછળના ભાગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહી હત્યામાં 7.65 એમ.એમ.ની પિસ્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સિરીયલ કિલરનો સ્કેચ તૈયાર કરાયો


પોલીસે આરોપીને ઝડપી લેવા વિશેષ ટીમ બનાવી છે અને વિવિધ એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. ગાંધીનગર ગ્રામ્યના એસ.પી.મયુર ચાવડાના જણાવ્યા મુજબ અમે અનેક સીસીટીવી એકઠા કર્યા છે અને લોકોની પુછપરછ કરીને આરોપીના ત્રણ સ્કેચ પણ બનાવ્યા છે. અમે તમામ શક્યતાઓને ધ્યાનમાં લઈને તપાસ કરી રહ્યા છીએ પરંતું આ હત્યાઓ પાછળનો હેતુ જાણવા મળ્યો નથી, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
First published: February 12, 2019, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading