ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર? એક જ એમ્બ્યુલન્સમાં ચાર કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવાનો ફોટો વાયરલ

ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર? એક જ એમ્બ્યુલન્સમાં ચાર કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવાનો ફોટો વાયરલ
વાયરલ થયેલી તસવીર.

ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં કોરોના દર્દીઓના ચાર મૃતદેહ લઈ જવા બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો તપાસનો આદેશ.

  • Share this:
ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગર (Coronavirus Cases in Gandhinagar)માં કોરોનાની સ્થિતિ ગંભીર બની હોવાની ચાડી ખાતી એક તસવીર વાયરલ (Viral Photo) થઈ છે. સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયેલા તસવીર પ્રમાણે એક જ એમ્બ્યુલન્સમાં ચાર કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે. જોકે, બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં સરકારી ચોપડે ગાંધીનગરમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું ન હોવાની માહિતી મળી છે. આ તસવીર વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે.

નીતિન પટેલે આપ્યા તપાસના આદેશઅમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા કેસોની સાથે આરોગ્ય તંત્રની ચિંતા પણ વધી છે. આ સમયે ગાંધીનગરની એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ લઈ જવા મામલે વાયરલ થયેલા ફોટા મામલે આરોગ્ય મંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે ખોટા સમાચાર વાયરલ કરનારાઓને નોટિસ આપવાની સૂચના પણ તેઓએ આપી છે. ગાંધીનગર ખાતે કોરોનાના કેસની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી કુલ 6,347 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 99 લોકોનાં મોત થયા છે. 5,566 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.કોરોનાના વધતા કેસોને લઈને આરોગ્ય મંત્રી નીતિન પટેલ આજે 108 ઇમરજન્સી કઠવાડા ઓફિસ ખાતે દોડી આવ્યા હતા. અહીં તેઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કોરોનાના કેસ અમદાવાદ સહિત રાજ્યભરમાં જે રીતે વધી રહ્યા છે તેને જોતા રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રી એકશન મોડમાં આવી ગયા છે. અમદાવાદ ખાતે નવી કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવારની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યા બાદ બીજા દિવસે 108 ઇમરજન્સી સેવાઓનું નિરીક્ષણ આરોગ્ય મંત્રી નીતિન પટેલે કર્યું છે.આ અંગે નીતિન પટેલે જણાવ્યું કે કોરોનાના દર્દીની સારવાર માટે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા જે હૉસ્પિટલમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનું 108 ખાતે નિરીક્ષણ કર્યું હતું. આવી મહામારીમાં 108 સેવા ખૂબ જ ઉપયોગી છે.

ગુજરાતમાં લૉકડાઉન કે કર્ફ્યૂ નહીં લાગે: વિજય રૂપાણી

ગુજરાતમાં ફરીથી લૉકડાઉન કે પછી કર્ફ્યૂ લગાવવાની સંભાવના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી કાઢી છે. ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, "હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં લૉકડાઉન કે કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે."
Published by:Vinod Zankhaliya
First published:November 26, 2020, 15:47 pm

ટૉપ ન્યૂઝ