ગાંધીનગરઃ CRPFના ઓડિશાના જવાનની ગોળી મારી આત્મહત્યા

News18 Gujarati
Updated: April 22, 2018, 7:34 PM IST
ગાંધીનગરઃ CRPFના ઓડિશાના જવાનની ગોળી મારી આત્મહત્યા
ગાંધીનગરઃ CRPFના ઓડિશાના જવાનની ગોળી મારી આત્મહત્યા.

  • Share this:
ગાંધીનગરઃ  CRPFના  57 વર્ષીય જવાને પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.  મૃતક જવાન ગાંધીનગર CRPF કેમ્પ ખાતે લેકાવાડા ખાતે  ક્વાર્ટર નં.9 ખાતે રહેતા હતા.  જવાને કયા કારણે આત્મહત્યા કરી લીધી એનું કારણ હજી જાણવા મળ્યું નથી.

મળતી વધુ વિગત મુજબ, ગાંધીનગર ખાતે સીઆરજીએફ કેમ્પ, મેઇન ગેટ પાસે લેકાવાડા ખાતે  CRPFના જવાન પ્રમોદકુમાર દાસે પોતાની 47 રાઇફલ્સ દ્વારા આજે પોતાની છાતી પર ગોળી છોડી આત્મહત્યા કરી લીધી છે. મૃતક જવાન પ્રમોદકુમાર  તાલુકા- પુલંજ, ગોવર્ધનપુરા, ઓડિશા ખાતેના રહેવાસી છે.  તેઓ હાલ ગાંધીનગર CRPF કેમ્પ ખાતે ફરજમાં હતા. કયા કારણસર આત્મહત્યા કરી એની હજુ સુધી જાણ થઈ નથી.

માહિતીની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી CRPF જવાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ ગુનો નોંધી, જવાને કયા કારણે આત્મહત્યા કરી એની તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે CRPF જવાનના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. આત્મહત્યા કે હત્યા થઈ એ વિશે પોલીસ-તપાસ ચાલુ છે.

હાલ તો પોલીસે આપઘાત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસે તેમના વતન ઓડિશામાં જવાનના પરિવારને અને અહીં રહેતા કુટુંબીઓને  ઘટનાની જાણ કરી દીધી છે. CRPF જવાનનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ આત્મહત્યા કે હત્યાની ખબર પડશે.
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर