ગાંધીનગર અને અમદાવાદ ફાયર સેફ્ટીને લઈને સૌથી વધુ બેદરકાર, સરકારના રિપોર્ટમાં થયો ખુલાસો


Updated: October 23, 2020, 5:37 PM IST
ગાંધીનગર અને અમદાવાદ ફાયર સેફ્ટીને લઈને સૌથી વધુ બેદરકાર, સરકારના રિપોર્ટમાં થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

રાજયમાં ફાયર સેફ્ટીને લઇને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો

  • Share this:
અમદાવાદ : રાજયમાં ફાયર સેફ્ટીને લઇને રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કર્યો છે. સરકારે સ્વીકાર્યું છે કે અમદાવાદ અને ગાંધીનગર ફાયર સેફટી બાબતે બેદરકાર છે જ્યારે સો ટકા જાગૃતિ રાજકોટમાં સામે આવી છે.

ફાયર સેફટી અંગે સરકારે પોતાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે જેમાં સરકારે રજૂ કરેલા એક્શન ટેકન થ્રી ટેકન રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ફાયર સેફટી અંગે રાજ્ય સરકારે કોર્ટમાં ખુલાસો કર્યો છે કે અમદાવાદ અને ગાંધીનગર ફાયર સેફટી બાબતે સૌથી વધુ બેદરકાર જણાઈ આવે છે આ બંને શહેરોમાં ફાયર noc લઈને બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચો - CSKના આ 5 ખેલાડીઓ માટે આઈપીએલની આ સિઝન અંતિમ બની શકે છે

અમદાવાદમાં 27,322 ઇમારતોમાંથી 18,912 ઇમારતો પાસે ફાયરનું એનઓસી જ નથી. જ્યારે ગાંધીનગરમાં 709 ઇમારતોમાંથી 587 ઇમારતો પાસે ફાયર NOC નથી. જ્યારે રાજકોટમાં ફાયરસેફ્ટીના NOCનો રેશિયો સો ટકા છે. રાજકોટમાં NOCની જરૂરિયાત હોય તેવી તમામ 103 ઇમારતો પાસે ફાયર સેફટી NOC છે. જ્યારે સુરતમાં 79,853 માંથી 7,279 ઇમારતો પાસે ફાયર NOC નથી. વડોદરામાં 858 માંથી 68 ઇમારતો પાસે ફાયર noc નથી.

રાજ્યમાં ફાયર સેફ્ટીની અમલવારી માટે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. જે અંતર્ગત રાજ્યમાં ફાયર સેફ્ટીની અમલવારીની લઇને રાજ્ય સરકારે આજે ચોંકાવનારો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. હાઇકોર્ટ રિપોર્ટને લઈને અને થયેલી જાહેરહિતની અરજી બાબતે શું વધુ નિર્ણયો લે છે, શું આદેશ કરે છે તે જોવું મહત્ત્વનું બની રહેશે. વધુ સુનાવણી હાઇકોર્ટમાં સોમવારે હાથ ધરાઈ શકે છે.
Published by: Ashish Goyal
First published: October 23, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading