Gandhi Jayanti 2020 : સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ,મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ

Gandhi Jayanti 2020 : સાબરમતી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ,મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ
ગાંધી આશ્ર્મમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી.

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી

  • Share this:
આજે 2 ઓક્ટોબર એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિ (Gandhi Jayanti) અને દર વર્ષે સાબરમતી આશ્રમમાં (Sabarmati Ashram) બાપુની જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ યોજાતો હોય છે.જેમાં સર્વધર્મ પ્રાર્થના,ત્યાર બાદ વક્તાઓ દ્વારા પ્રવચન આપવામાં આવતું હોય છે.પરંતુ ઇતિહાસમાં પહેલી વાર ગાંધી જયંતિની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી છે.ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ છે.પરંતુ સર્વધર્મ પ્રાર્થના સભા સિવાય કોઈ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું નથી.જોકે પ્રાર્થના સભામાં અલગ અલગ ધર્મના આગેવાનો અને સાબરમતી આશ્રમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા છે.

ઇતિહાસમાં પહેલી વખત લાંબા સમયથી મુલાકાતીઓ માટે સાબરમતી આશ્રમ બંધ રહ્યા છે.જોકે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મ ગાંધીની જન્મજ્યંતીઅને આજે પણ મુલાકાતીઓ માટે સાબરમતી આશ્રમ બંધ રહ્યો છે.જોકે લોકો મહાત્મા ગાંધીની જન્મજ્યંતીએ બાપુને નમન કરવા આવતા હોય છે.પરંતુ કોરોનાના કહેરને કારણે આજે પણ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે.



કોરોના મહામારીમાં વચ્ચે બાપુની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી છે.પરંતુ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં લોકો ઓનલાઇન જોડાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.જોકે સર્વધર્મ પ્રાર્થના બદન કાર્યકમ રદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Gandhi Jayanti 2020: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદીએ મહાત્મા ગાંધીને કર્યું નમન

મહત્વપૂર્ણ છે કે દક્ષિણ આફિકા રંગભેદ સામેની લડતને સફળ કર્યા બાદ મહાત્મ ગાંધીનો સંકલ્પ હતો કે ભારતને આઝાદ કરવા માટે કામ કરવુ જોઈએ એવા વિચાર સાથે 9 જાન્યુઆરીએ 1915ના ગાંધીજી દક્ષિણ આફિકા છોડીને કાયમી માટે ભારત આવ્યા અને ત્યાર બાદ જુન 1917મા સાબરમતી નદી કિનારે આશ્રમની સ્થાપના કરીઅને આઝાદીની લડતમા સાબરમતી આશ્રમનો ખુબ મોટો ફાળો રહ્યો છે.આજે પણ આ આશ્રમ સત્ય,અહિંસા અને સેવાની પ્રેરણા આપી રહ્યા છે.જોકે ઇતિહાસમાં પ્રથમ વખત બીજી ઓક્ટોબર પૂજ્ય બાપુ ની જન્મજયંતી નિમિતે મુલાકાતીઓ માટે આશ્રમ બંધ રહ્યો છે.

5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની જાહેરાત

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે
ખાદી નો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારો ના જીવન માં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીશ્રી એ આ જાહેરાત કરી છે.

આ પણ વાંચો :  ગાંધી જયંતિ: શું તમે જાણો છો ભારત પછી વિશ્વના કયા દેશમાં ગાંધીજીની સૌથી વધારે પ્રતિમા આવેલી છે?

પોરબંદરમાં પ્રાર્થના સભા યોજાઈ  

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જન્મજયંતી નીમિતે કીર્તિમંદિર સર્વધર્મ પ્રાથનાસભા કાર્યક્રમ યોજાયો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ડિઝિટલ માધ્યમથી પ્રાથનાસભામા હાજર રહ્યા હતા. કોરોના વાયરસના કારણે પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી ગાંધીજયંતી પર નથી આવી શક્યા કીર્તિમંદિર કિર્તી મંદિરસંચાલન સમિતિના અધ્યક્ષ જવાહર ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
Published by:Jay Mishra
First published:October 02, 2020, 10:46 am

ટૉપ ન્યૂઝ