કોરોનાને પગલે ઇતિહાસમાં પહેલીવાર સાબરમતી આશ્રમ 19 માર્ચથી 29 માર્ચ સુધી બંધ રહેશે

કોરોનાને પગલે ઇતિહાસમાં પહેલીવાર સાબરમતી આશ્રમ 19 માર્ચથી 29 માર્ચ સુધી બંધ રહેશે
ગાંધી આશ્રમ

નાગરિકોની સલામતીને કારણે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા સાબરમતી આશ્રમને બંધ રાખવાનો નિર્ણય.

  • Share this:
અમદાવાદ : 19 માર્ચ, 2020ના સવારે નવ વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 166 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. જેમાંથી 141 ભારતીયો અને 25 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને કારણે ત્રણ લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોરોના વાયરસના પગલે અગમચેતીના ભાગરૂપે ગુજરાતમાં સ્કૂલ-કૉલેજો, સિનેમાગૃહો તેમજ પર્યટન સ્થળો બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે જાહેર મેળાવડા ન કરવાની અપીલ કરી છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમને પણ 19મી જાન્યુઆરીથી 29મી જાન્યુઆરી સુધી એટલે કે 10 દિવસ માટે જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા તકેદારીની પગલાંરાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસને માત આપવા માટે ચુસ્ત પગલા અને નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી, રાણકી વાવ, ઐતિહાસિક સ્થાપત્યો તેમજ ગુજરાતના તમામ પર્યટનો બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળે પણ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : કોરોના વાયરસ : રાજ્યમાં સ્કૂલો બંધ, શિક્ષણ વિભાગ હવે કરાવશે ઓનલાઇન અભ્યાસ

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનેલા સાબરમતી આશ્રમને પણ કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખી જાહેર જનતાની મુલાકાત માટે 19 માર્ચ ગુરુવારથી 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગાંધી આશ્રમ બંધ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હજુ સુધી એકપણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. બીજી તરફ સરકાર વિદ્યાર્થીઓનું ભાવી ન બગડે તે માટે પણ ઘરે બેસીને ટેલિવિઝન ચેનલના માધ્યમથી અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે.
Published by:News18 Gujarati
First published:March 19, 2020, 10:05 am

ટૉપ ન્યૂઝ