અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ વડોદરાથી આવતી હોવાનો ઘટસ્ફોટ

News18 Gujarati
Updated: November 3, 2019, 3:24 PM IST
અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ વડોદરાથી આવતી હોવાનો ઘટસ્ફોટ
પોલીસને મળેલા CCTV ફૂટેજમાં ગઠિયાઓ આ કાર લઈને ચોરી કરતા હોવાની પુષ્ટી થઈ છે.

પોલીસ પાસે અમદાવાદમાં કારના કાચ તોડી તફડંચી કરતી ગેંગના CCTV મળ્યા, કાર લઈને કારના કાચ તોડી ચોરી કરે છે ગઠિયાઓ

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુર (Ahmedabad) અને સોલા વિસ્તારમાં છેલ્લા થોડાક દિવસોમાં ભરબપોરે ગાડીઓના (broken glass of Car) કાંચ તોડી ચોરી કરતી એક ગેંગ (Gang) સક્રિય થઈ છે અને પોલીસ સામે પડકાર ફેંકી રહી છે.આરોપીઓ ગાડીઓના કાંચ તોડી તેમાંથી સોના,રુપિયા અને અન્ય મુદ્દામાલની ચોરીઓ કરી ફરાર થઈ જાય છે. નોંધનીય છે કે છેલ્લા થોડાક દિવસોમાં વસ્ત્રાપુરમાં (Vastrapur) પાંચથી વધુ ગુનાઓને અંજામ આપ્યા છે તેની સાથો સાથ સોલામાં આ વર્ષે 8 થી વધુ ગુનાઓ અને તે સિવાય પશ્ચિમ વિસ્તારમાં પણ અનેક ગુનાઓ કરી ચુક્યા હોવાની માહિતી સામે આવી છે. આ મામલે પોલીસે (Police) બે શખ્સોની અટક કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ હાઈપ્રોફાઈલ હોય તેવું લાગી રહ્યુ છે કારણ કે આરોપીઓ કોઈ બાઈક નહી પરંતુ એક મોંઘી કાર લઈને ચોરી કરવા માટે આવે છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ગેંગ વડોદરાથી કાર લઈને અમદાવાદ ચોરી કરવા આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ પણ વાંચો : દ.ગુજરાતના માછીમારોને ત્રણ માસમાં રૂ. 10,000 કરોડના નુકસાનની ભીતિ

પોલીસે અલગ-અલગ જગ્યાએના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને જેમાં પોલીસને એક શંકાસ્પદ કાર મળી આવી છે અને જેમાંથી આરોપીઓ નીચે ઉતરે છે અને ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જાય છે.સોલા પીઈ જે.પી.જાડેજાનું આ મામલે કહેવું છે કે આ વર્ષે કુલ આઠ બનાવો તેમના વિસ્તારમાં બન્યા છે ત્યારે વસ્ત્રાપુરમાં તો છેલ્લા થોડાક દિવસોમાં પાંચ બનાવો બની ગયા છે.આ શંકાસ્પદ કારની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ગેંગ વડોદરાથી આવતી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમને કેન્દ્રના નિયમો મુજબ સહાયતા મળશે : રૂપાણી

અત્યંત વિશ્ર્વસનીય સુત્રોનુ કહેવુ છે કે આ મામલે શહેર પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે અને હાલ પુછપરછ ચાલી રહી છે અને તેમની તપાસ બાદ અનેક ગુનાઓના ખુલાસાઓ થાય તેમ છે. આમ અમદાવાદમાં તરખાટ મચાવનારા ચોરો હવે પોલીસને પકડમાં આવી ગયા બાદ અનેક ખુલાસાઓ થવાની શક્યતા છે.
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading