લો બોલો, પોલીસે જુગાર કેસ કર્યો તો આરોપીઓએ અદાવત રાખી દારૂની જનતા રેડ કરી 


Updated: January 23, 2020, 7:35 AM IST
લો બોલો, પોલીસે જુગાર કેસ કર્યો તો આરોપીઓએ અદાવત રાખી દારૂની જનતા રેડ કરી 
આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરાતા અમુક લોકોએ આ કાવતરું રચી પોલીસ સાથેની જુગારની રેડની અદાવત રાખીને જનતા રેડ કરાવી હોવાનું સામે આવ્યું છે.

આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરાતા અમુક લોકોએ આ કાવતરું રચી પોલીસ સાથેની જુગારની રેડની અદાવત રાખીને જનતા રેડ કરાવી હોવાનું સામે આવ્યું છે.

  • Share this:
અમદાવાદ : રાણીપ વિસ્તરમાં એકાદ માસ પહેલા સ્થાનિક લોકોએ દારૂનાં અડ્ડા પર જનતા રેડ કરી હતી.  આ બાબતને લઈને સ્થાનિક પોલીસ અધિકારીને સજાના ભાગ રૂપે લિવ રિઝર્વમાં પણ મુકાયા હતા. આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરાતા અમુક લોકોએ આ કાવતરું રચી પોલીસ સાથેની જુગારની રેડની અદાવત રાખીને જનતા રેડ કરાવી હોવાનું સામે આવ્યું છે.

ડિસેમ્બર માસમાં રાણીપ પીએન્ડટી કોલોની પાસે સુરેશ ઠાકોર, લક્ષમી ઠાકોર અને ભારતી મકવાણા અને સંજય ઠાકોરનાં ઘર પાસે દેશી દારૂ હોવાની વાત સામે આવી હતી. ત્યાં પોલીસ પહોંચી તો અનેક લોકો ભેગા થયા હતા.  આ દારૂનાં અડ્ડા પર જનતા રેડ કરી દારૂનો જથ્થો એક લારીમાં ભરી લોકોએ હોહાપો મચાવ્યો હતો. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ અડ્ડો ચાલતો હોવાનો આક્ષેપ કરાયો હતો. જેથી રાણીપ પીઆઇ જે.જી.પટેલને સજાના ભાગ રૂપે લિવ રિઝર્વ રૂમમાં બદલી કરી દેવાયા હતા. પોલીસ અધિકારીઓ પણ ખાનગી રાહે તપાસ કરતા હતા અને પહેલેથી જ પોલીસને શંકા હતી કે આ એક કાવતરું છે.

આ પણ વાંચો : સુરત: એક સમયના ખ્યાતનામ મીલ માલિક અને લાખોની કમાણી કરનાર વેપારી રસ્તા પર ઊંઘવા મજબૂર

જેથી પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે, 1 ડિસેમ્બરનાં રોજ સાત ઇસમોને આ જગ્યા પરથી જુગાર રમતા પોલીસે પકડયા હતા. જુગાર કેસના આરોપી ભરત ઉર્ફે બબલી ઠાકોરે તેના મિત્ર અંકિત પરમાર સાથે મળી જુગાર રેડ કરનાર પોલીસને બદનામ કરવાનું કાવતરૂ રચ્યું હોવાનું સામે આવ્યું હતું. અંકિત પરમારે તેના મિત્ર આનંદ ઉર્ફે બોડો પાસેથી દેશી દારૂનો માલ મંગાવી તેમાં પાણી મિક્સ કરી લક્ષ્મી ઠાકોર મહિલાની ગેરહાજરીમાં તેના ઘર પાસે અને ચોરી છુપીથી બસંતી નામની મહિલાના ઘરનાં ધાબે આ જથ્થો સંતાડી દીધો હતો. બાદમાં આયોજન પૂર્વ લોકોને ભેગા કરી જનતા રેડ કરી હતી. આ કેસમાં પોલીસે અંકિત પરમાર, ભરત ઉર્ફે બીબલી ઠાકોર અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી હતી. ખોટી રીતે પોલીસને બદનામ કરવા ખોટી જનતા રેડ કરવા બદલ ધરપકડ કરાઇ હોવાનું સામે આવ્યું હતું. જોકે આ કેસને લઈને જે પોલીસ અધિકારી કે કર્મીઓનો ખોટી રીતે ભોગ લેવાયો બાદમાં હવે સજામાંથી બહાર કાઢવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે.

આ વીડિયો પણ જુઓ : 
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर