ગઢડા સ્વામિનારાયણ મંદિર: સ્વામીને ગાળો બોલી થપાટ મારનાર DySP સામે તપાસના આદેશ

ગઢડા સ્વામિનારાયણ મંદિર: સ્વામીને ગાળો બોલી થપાટ મારનાર DySP સામે તપાસના આદેશ
ડીવાયએસપીની ગુંડાગીરી.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (Ashish Bhatia)એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે.

 • Share this:
  અમદાવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિર (Gadhada Swaminarayan Temple) ખાતે ગુંડાગીરી કરનાર ડીવાયએસપી નકુમ (DySP Nakum) સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ બાદ ડીજીપી (DGP)એ તપાસનો આદેશ કર્યો છે. આ મામલે હવે ભાવનગર રેન્જ આઈજી (Bhavnagar Rang IG) તપાસ કરશે. આ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (Ashish Bhatia)એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે કોઈ પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસ પહેલાં બે પંથ વચ્ચે વિવાદ થયો હતો. જે બાદમાં ગઢડા પોલીસ સહિત ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં ડીવાયએસપી નકુમે મંદિરનાં સ્વામીઓને ગંદી ગાળો આપી હતી. આ મામલે એસ.પી સ્વામી (S.P. Swami)એ ભાવનગર રેન્જ આઇજીપી અશોક યાદવ (Ashok Yadav) અને સરકારને ડીવાયએસપી નકુમની ગેરવર્તણૂક અંગે રજૂઆત કરી હતી.

  શું હતો મામલો?  ગઢડાનું સ્વામિનારાયણ મંદિર (Gadhada Swaminarayan Temple) સતત ચર્ચામાં રહે છે. અહીં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરે છે. આ વિવાદમાં ગઢડા ડીવાયએસપી (DySP Nakum) પર ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે સીસીટીવી ફૂટેજ (CCTV Footage) પણ રજૂ કરવામાં આવ્યા છે. ગઢડાના એસ.પી.સ્વામી (S.P. Swami)એ ગંભીર આક્ષેપ મૂક્યો છે કે ડીવાયએસપી નકુમે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે અને મંદિરના નવા ચૂંટાયેલા ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને ઓફિસ બહાર કાઢ્યાનો આક્ષેપ મૂક્યો છે. આ સાથે જ ચેરમેનને મા-બેનની ગાળો પણ ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.

  રમેશ ભગતને થપાટ મારી.


  આ પણ વાંચો: કોરોના અપડેટ: દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3.59 લાખ થઈ, 24 કલાકમાં 442 લોકોનાં મોત

  મળતી માહિતી પ્રમાણે ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો વાયરલ કર્યો છે. 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની મળેલી બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને હોદ્દા પરથી દૂર કરાયા હતા. તેમના સ્થાને રમેશ ભગતની નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન એસ.પી. સ્વામીએ આક્ષેપ મૂક્યો છે કે, રાત્રે આઠ વાગ્યે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં ધસી આવ્યા હતા અને ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરીને તેમને બહાર કાઢી મૂક્યા હતા.

  આ પણ વાંચો: Corona Vaccine: કોરોનાની રસી લીધા બાદ ન કરશો આ ભૂલ, નહીં તો થઈ શકો છો સંક્રમિત  ડીવાયએસપી નકુમે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો ભાંડી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ ડીવાયએસપીની આ વરવી ભૂમિકાને લઈને આઈજી, રાજયના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી તાત્કાલિક તપાસ કરે તેવી માંગણી કરી છે. મંદિરની આ આખી ઘટનાને લઈને પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીએ નિવેદન આપતો વીડિયો વાયરલ કર્યો છે. આ મામલે વર્તમાન ચેરમેન રમેશ ભગત દ્વારા ભાવનગર આઈજી ઓફિસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે છઠ્ઠી 6 ડિસેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યે હરિજીવન સ્વામી અને વડતાલના નૌતમ સ્વામીના કહેવા મુજબ ડીવાયએસપીએ આવું વર્તન કર્યું છે.

  આ પણ વાંચો: ચાર કંપનીના માલિક, ગિનીસ બુકમાં નામ, મુંબઈના યુવા બિઝનેસમેનનો ઇન્દોરમાં આપઘાત

  રમેશ ભગતે શું કહ્યું?

  આ મામલે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા રમેશ ભગતે જણાવ્યું હતું કે, "છઠ્ઠી ડિસેમ્બરના રોજ મિટિંગમાં મારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાંજે હરજિવનદાસ સ્વામીએ પોલીસ સ્ટાફ બોલાવીને મને ધાક-ધમકી આપીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અમારા બધા ટ્રસ્ટો હાજર હતા. ડીવાયએસપી નકુમે મને કોલર પકડીને બહાર કાઢ્યો હતો. મને ગાળો બોલી હતી."

  સીસીટીવીમાં શું જોવા મળ્યું?

  આ અંગે સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ડીવાએસપી નકુમ આચાર્ય પક્ષની બેઠકમાં ધસી આવે છે. આ વખતે તેમની સાથે એક ગનમેન પણ હોય છે. તેઓ ચેરમેન રમેશ ભગત પાસે પહોંચે છે અને તેને કોલરથી પકડીને ખેંચીને બહાર લઈ જાય છે. આ દરમિયાન તે રમેશ ભગતને લાફો પણ મારે છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ડીવાયએસપી નકુમ સાદા ડ્રેસમાં હોય છે. તેઓને ચેરમેનની ખુરશી પર બેઠેલા પણ જોવા મળે છે. આ ઉપરાંત અમુક ભક્તો તેમને હાર પણ પહેરાવી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:December 12, 2020, 10:55 am

  ટૉપ ન્યૂઝ