ઉત્તરાખંડ : આ છે 54 દિવસોનું રાજકીય સંકટ, ક્યારે શું થયું? જાણો

Haresh Suthar | Pradesh18
Updated: May 10, 2016, 11:15 AM IST
ઉત્તરાખંડ : આ છે 54 દિવસોનું રાજકીય સંકટ, ક્યારે શું થયું? જાણો
#ઉત્તરાખંડ વિધાનસભામાં 18 માર્ચે હંગામા બાદ શરૂ થયેલો રાજકીય સંગ્રામ હવે નિર્ણા.ક તબક્કામાં આવી પહોંચ્યો છે. હાઇકોર્ટે સ્પીકરના નિર્ણય વિરૂધ્ધ બળવાખોર ધારાસભ્યોની અરજી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પણ હાલમાં બળવાખોર ધારાસભ્યોને કોઇ રાહત આપવાનો ઇન્કાર કર્યો હોય એમ આગામી સુનાવણીની તારીખ 12 જુલાઇ રાખી છે. સુપ્રીમ કોર્ટે 10મીને આજે બહુમત સિધ્ધ કરવાનો આદેશ આપ્યો છે. જે માટે આજે મતદાન થશે. આજે એજ વિધાનસભામાં ફરી ધારાસભ્યો બેસશે, જ્યાંથી એમણે હંગામાની શરૂઆત કરી હતી. ઉત્તરાખંડ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા ઉત્તરાખંડના રાજકીય સંકટમાં 54 દિવસો થયા છે. આખરે બહુચર્ચિત આ પ્રકરણમાં ક્યારે શું થયું? આવો જાણીએ.

#ઉત્તરાખંડ વિધાનસભામાં 18 માર્ચે હંગામા બાદ શરૂ થયેલો રાજકીય સંગ્રામ હવે નિર્ણા.ક તબક્કામાં આવી પહોંચ્યો છે. હાઇકોર્ટે સ્પીકરના નિર્ણય વિરૂધ્ધ બળવાખોર ધારાસભ્યોની અરજી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પણ હાલમાં બળવાખોર ધારાસભ્યોને કોઇ રાહત આપવાનો ઇન્કાર કર્યો હોય એમ આગામી સુનાવણીની તારીખ 12 જુલાઇ રાખી છે. સુપ્રીમ કોર્ટે 10મીને આજે બહુમત સિધ્ધ કરવાનો આદેશ આપ્યો છે. જે માટે આજે મતદાન થશે. આજે એજ વિધાનસભામાં ફરી ધારાસભ્યો બેસશે, જ્યાંથી એમણે હંગામાની શરૂઆત કરી હતી. ઉત્તરાખંડ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા ઉત્તરાખંડના રાજકીય સંકટમાં 54 દિવસો થયા છે. આખરે બહુચર્ચિત આ પ્રકરણમાં ક્યારે શું થયું? આવો જાણીએ.

  • Pradesh18
  • Last Updated: May 10, 2016, 11:15 AM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરાખંડ વિધાનસભામાં 18 માર્ચે હંગામા બાદ શરૂ થયેલો રાજકીય સંગ્રામ હવે નિર્ણા.ક તબક્કામાં આવી પહોંચ્યો છે. હાઇકોર્ટે સ્પીકરના નિર્ણય વિરૂધ્ધ બળવાખોર ધારાસભ્યોની અરજી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પણ હાલમાં બળવાખોર ધારાસભ્યોને કોઇ રાહત આપવાનો ઇન્કાર કર્યો હોય એમ આગામી સુનાવણીની તારીખ 12 જુલાઇ રાખી છે. સુપ્રીમ કોર્ટે 10મીને આજે બહુમત સિધ્ધ કરવાનો આદેશ આપ્યો છે. જે માટે આજે મતદાન થશે. આજે એજ વિધાનસભામાં ફરી ધારાસભ્યો બેસશે, જ્યાંથી એમણે હંગામાની શરૂઆત કરી હતી. ઉત્તરાખંડ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા ઉત્તરાખંડના રાજકીય સંકટમાં 54 દિવસો થયા છે. આખરે બહુચર્ચિત આ પ્રકરણમાં ક્યારે શું થયું? આવો જાણીએ.

#18 માર્ચ- વિધાનસભામાં બજેટ દરમિયાન હંગામો થયો, કોંગ્રેસના નવ ધારાસભ્યોએ બળવો કર્યો

#18 માર્ચ- 9 બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે રાજ્યપાલને મળ્યા, રાજ્યપાલે વિશ્વાસમતની માંગ કરી

#19 માર્ચ- રાજ્યપાલે 28 માર્ચ સુધી બહુમત સિધ્ધ કરવા માટે કહ્યું

#21 માર્ચ- ભાજપાએ રાષ્ટ્રપતિને સરકાર બરખાસ્ત કરવા માંગ કરી

#22 માર્ચ- ધારાસભ્ય ગણેશ જોશીની જામીન અરજી મંજૂર થઇ, કોર્ટે શક્તિમાન પ્રકરણમાં જોશીને આપ્યા જામીન#25 માર્ચ-બળવાખોર ધારાસભ્યોની સભ્યતા રદ કરવા અપાયેલી નોટિસને કોર્ટમાં પડકારાઇ, પરંતુ હાઇકોર્ટે રદ કરી

#26 માર્ચ-મુખ્યમંત્રી હરીશ રાવતનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું

#27 માર્ચ- રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ શાસન અધિસુચના જારી કરી, કેન્દ્રિય બજેટની ભલામણ મુદ્દે બપોરે અધિસુચના જાહેર કરાઇ

#27 માર્ચ- સ્પીકરે બળવાખોર ધારાસભ્યોની સભ્યતા રદ કરી

#28 માર્ચ-કેન્દ્ર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાના આદેશ વિરૂધ્ધ હાઇકોર્ટમાં સિંગલ બેન્ચમાં હરીશ રાવતની અરજી

#29 માર્ચ-કોંગ્રેસના 9 બળવાખોર ધારાસભ્યોએ પણ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી

#30 માર્ચ- હાઇકોર્ટની સિંગલ બેન્ચે બહુમત સાબિત કરવાનો નિર્ણય આપ્યો. હરીશ રાવતને વિધાનસભામાં બહુમત સાબિત કરવા તક આપી

#31 માર્ચ-સિંગલ બેન્ચના આ આદેશની વિરૂધ્ધમાં ડબલ બેન્ચમાં પડકાર

#2 એપ્રિલ- પૂર્વ સીએમ હરીશ રાવતે વધુ એક અરજી દાખલ કરી, જેમાં બજેટ અધ્યાદેશને પડકારાયો

#7 એપ્રિલ- હાઇકોર્ટની ડબલ બેન્ચે ફ્લોરના સિંગલ બેન્ચના આદેશને 18 એપ્રિલ સુધી સ્થગિત કરાયો

#12 એપ્રિલ-બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી ટળી, 23 એપ્રિલ સુધી સુનાવણી ટળી

#18 એપ્રિલ-રાષ્ટ્રપતિ શાસન વિરૂધ્ધ અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ

#21 એપ્રિલ- હાઇકોર્ટે રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત કર્યું, હાઇકોર્ટે 29 એપ્રિલે બહુમતની તક આપી

#23 એપ્રિલ- સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ સામે લગાવી રોક, 27 એપ્રિલ સુધી સુનાવણી ટળી

#27 એપ્રિલ- સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 29 એપ્રિલે બહુમત સાબિત કરવા પર સ્ટે આપ્યો, સાથોસાથ 3 મે સુધી સુનાવણી ટળી

#3 મે- સુપ્રીમ કોર્ટે સુનાવણી એક દિવસ એટલે 4થી મે સુધી ટળી

#4 મે-સુપ્રીમ કોર્ટે કેન્દ્રથી બહુમત સિધ્ધ કરવા મામલે હા કે ના જવાબ આપવા કહ્યું, કેન્દ્રએ 6 મે સુધી સમય માંગ્યો

#6 મે-કેન્દ્રએ બહુમત સિધ્ધ કરવા માટે સહમતી દર્શાવી, સુપ્રીમ કોર્ટે 10મી મેએ બહુમત લેવા આદેશ કર્યો

#7 મે-હાઇકોર્ટે બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા મામલે કરી સુનાવણી, આદેશ સુરક્ષિત રાખ્યો

#9 મે- હાઇકોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી રદ કરી, સ્પીકરના આદેશ પર લગાવી મુહર, બળવાખોર ધારાસભ્યો ગયા સુપ્રીમમાં, સુપ્રીમ કોર્ટે પણ બળવાખોર ધારાસભ્યોને તત્કાલ કોઇ રાહત આપવાનો કર્યો ઇન્કાર

#10 મે-શક્તિ પરીક્ષણ- આજે થશે બહુમતની કસોટી, બળવાખોર ધારાસભ્યો ભાગ નહીં લઇ શકે.
First published: May 10, 2016, 11:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading