અમદાવાદઃ છેલ્લા પાંચ વર્ષથી ભિક્ષા પ્રવૃત્તી પ્રતિબંધકના ગુન્હાના કામે વોન્ટેડ (wanted woman) આરોપણને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime branch) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.બારડ દ્વારા અમદાવાદ શહેરના (ahmedabad city) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા લાબાં સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેઓની ટીમના પો.સ.ઈ. બી.આર.ક્રિશ્ચિયન, પો.સ.ઇ. એમ.એચ.શિણોલ તથા પોલીસ કર્મચારીઓ તથા બાતમીદારો મારફતે કાર્યવાહી હાથ ધરેલ.
દરમ્યાન પો.સ.ઇ. શ્રી બી.આર.ક્રિશ્ચિયન સાથેના મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા તથા હે.કો. પ્રવિણસિંહ અમરસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી કંચનબેન વા/ઓ વિજયભાઇ તોતારામ મારવાડી (ભાટ/બારોટ) રહે. ગરીબ આવાસ યોજના, ચાર માળીયા, વટવા, અમદાવાદને વટવા ગરીબ આવાસ યોજના ખાતેથી તા.૦૭/૦૪/૨૦૨૨ ના રોજ પકડી, કારંજ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૩૪૧૦/૨૦૧૮ ધી ગુજરાત ભીક્ષા પ્રતિબંધક અધિનિયમ ૧૯૫૯ ની કલમ ૧૧ મુજબના કામે ધરપકડ થવા કારંજ પો.સ્ટે. ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
સદર આરોપીની પુછપરછ કરતાં, પોતે તથા તેની અન્ય ત્રણ બહેનો તથા અન્ય સગાસબંધીઓ અમદાવાદ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ ભીખ માંગવાની પ્રવૃતી કરે છે. આ ભીખ માંગવાની પ્રવૃત્તીમાં તે પોતાના બાળકો તથા તેની બહેનના બાળકો તેમજ અન્ય સગાઓઓના બાળકોને પણ સાથે રાખતી હતી.
આ દરમ્યાન સને-૨૦૧૮ માં કારંજ પોલીસ સ્ટેશન ખાતે સગીર વયના બાળકોને ભીખ મંગાવવા અંગેનો પોતાના વિરુધ્ધ ગુન્હો દાખલ થયેલ હતો. જેથી પોતે રાજસ્થાન ખાતે જતી રહેલ હતી, તેમજ ક્યારેક ક્યારેક અમદાવાદ ખાતે ભીગ માંગવા માટે આવતી હતી.
પોતાના રહેણાક વટવા ખાતે જતી નહી હોવાની વિગત જણાઇ આવેલ છે. મહત્વનું છે કે અમદાવાદમાં આવી રીતે અનેક મહિલાઓ અને પુરૂષો બાળકો પાસે થી ભીખ મંગવવાનું કામ કરે છે અને જે ખુબજ ચિંતા નો વિષય છે જેથી આવા લોકો સામે પણ કાર્યવાહી થવી ખુબજ જરૂરી છે.હાલ પોલીસ દ્વારા મહિલા ની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર