અમદાવાદમાં લઠ્ઠાકાંડ? FSL રિપોર્ટ બાદ પોલીસે દેશી દારૂ પીવાનો ગુનો નોંધ્યો

News18 Gujarati
Updated: July 5, 2018, 9:35 AM IST
અમદાવાદમાં લઠ્ઠાકાંડ? FSL રિપોર્ટ બાદ પોલીસે દેશી દારૂ પીવાનો ગુનો નોંધ્યો
દેશી દારૂ પીધા બાદ ચારને સારવાર માટે ખસેડાયા હતા

  • Share this:
અમદાવાદમાં બુધવારે સોલા સિવિલ ખાતે દેશી દારૂ પીધા બાદ ઝેરી અસર થતાં ચાર લોકોને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે એફએસએલએ પોતાના રિપોર્ટ બંધ કવરમાં પોલીસને સોંપી દીધો છે. પોલીસે આ કેસમાં સોલા સિવિલમાં સારવાર માટે દાખલ ચારેય વ્યક્તિઓ સામે સોલા પોલીસે દેશ દારૂ પીવાનો ગુનો દાખલ કર્યો છે. બુધવારે દારૂની સેવન કરનાર ચારેય લોકોના સેમ્પલ એફએસએફને તપાસ માટે મોકલાયા હતા. હાલ સોલા સિવિલના ટ્રોમા સેન્ટરમાં ચારેયની સારવાર ચાલી રહી છે.

દેશી દારૂ પીવાથી 4ને ઝેરી અસર, 2ની હાલત ગંભીર

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડનું ભૂત ધૂણ્યુ છે. અમદાવાદ શહેરમાં કથિત રીતે દેશી દારૂ પીવાથી ચાર વ્યક્તિઓને ઝેરી અસર થતા સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હજુ સત્તાવાર રીતે આ મામલે ફોડ પાડ્યો નથી પણ લઠ્ઠાકાંડ હોવાની શંકા સેવાઇ રહી છે. બીજી તરફ આ મામલો સામે આવ્યા બાદ બુધવારે રાત્રે પોલીસે દેશી દારૂ વેચતા સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યા હતા.

ડ્રાય સ્ટેટમાં સરળતાથી મળી રહે છે દારૂ

જો લઠ્ઠાકાંડ સાબિત થશે તો ગુજરાતની વિજય રૂપાણી સરકારના દારૂબંધીના દાવા વધુ એક વખત પોકળ સાબિત થશે અને ગાંધીના ગુજરાતમાં કેટલી હદ સુધી દારૂનુ દુષણ વ્યાપેલું છે તે હકીકત સામે આવશે. લોકો કહે જ છે કે, દારૂબંધી તો નામની જ છે કેમ કે લાખો લોકો દારૂની લતે ચડી ચૂક્યા છે અને તેઓ કોઇ પણ રીતે દારૂ મેળવી જ છે.

બુધવારે રાત્રે લઠ્ઠાકાંડની આશંકાએ પોલીસે ઠેર ઠેર દરોડા કર્યા હતા
દેશી દારૂના સેવન બાદ તબિયત બગડી

સોલા સિવિલ ખાતે દાખલ કરવામાં આવેલા ચારેય વ્યક્તિઓ અંગે પ્રાથમિક રિપોર્ટમાં તમામ લોકોએ દેશી દારુનું સેવન કર્યા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તમામે સોલા ગામમાંથી દેશી દારૂ ખરીદ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એડિશનલ DCP અને ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ CP સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તો ઘટનાની ગંભીરતા જોતા જ અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં દારુનું વેચાણ કરતાં સ્થળો પર દરોડા પાડવા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી હતી.
First published: July 5, 2018, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading