અમદાવાદઃ ભાટ ખાતે સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યા, ત્રણની લાશ મળી

અમદાવાદઃ ભાટ ખાતે સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યા, ત્રણની લાશ મળી
ભાટ ખાતે સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યા

યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા કે પછી કોઈ અન્ય કારણથી ડૂબી ગયા છે તેની પ્રાથમિક સ્તરે કોઈ માહિતી મળી નથી.

 • Share this:
  અમદાવાદઃ ગાંધીનગરના ભાટ ખાતે અમદાવાદના ચાર યુવકો ડૂબી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડૂબી ગયેલા તમામ યુવકો અમદાવાદના અસારવાના રહેવાશી છે.

  ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ડૂબી ગયેલા ચારમાંથી ત્રણની લાશ બહાર કાઢવામાં આવી છે. આ ચારેય યુવકે ભાટ ગામ ખાતે આવેલી સાબરમતી નદીમાં ડૂબી ગયા હતા.  યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા કે પછી કોઈ અન્ય કારણથી ડૂબી ગયા છે તેની પ્રાથમિક સ્તરે કોઈ માહિતી મળી નથી. ડૂબી ગયેલા એક યુવકની શોધખોળ હજુ ફાયબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.

  રેતી માફિયાઓને કારણે જીવલેણ બની સાબરમતી

  ખનીજ માફિયાઓ દ્વારા સાબરમતીના પટમાં કરવામાં આવતી રેતી ચોરીને કારણે સાબરમતીનો પટ જીવલેણ બની રહ્યો છે. ગણેશ વિસર્જન દરમિયાન પણ સાબરમતી નદીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.

  રેતીના ખનનને કારણે નદીના પટમાં ખાડા પડી જાય છે. જેના કારણે નદીના ન્હાવા પડતા લોકો અચાનક પાણીમાં ગરક થઈ જતા હોય છે. ગણેશ વિસર્જન દરમિયાન પણ આવી જ રીતે અનેક યુવકોએ જીવ ગુમાવ્યો હતો. કારણ કે પાણીમાં ઉપરથી કોઈ અંદાજ નથી લગાવી શકતો કે ક્યાં સપાટી સમાંતર છે અને ક્યાં ખાડો છે.
  First published:October 01, 2018, 15:35 pm

  टॉप स्टोरीज